Top Stories
યુદ્ધના કારણે માત્ર બે દિવસમાં એલોન મસ્કને 22 બિલિયન ડોલરનું નુકસાન, અદાણી-અંબાણીની પણ વાટ લાગી ગઈ

યુદ્ધના કારણે માત્ર બે દિવસમાં એલોન મસ્કને 22 બિલિયન ડોલરનું નુકસાન, અદાણી-અંબાણીની પણ વાટ લાગી ગઈ

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કની નેટવર્થમાં ઘટાડો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો. ગુરુવારે તેમની નેટવર્થમાં 16.1 બિલિયન ડોલરનો ભારે ઘટાડો થયો હતો, જ્યારે શુક્રવારે તેમને 5.81 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. આ રીતે, તેમની નેટવર્થ બે દિવસમાં લગભગ 22 અબજ ડોલર ઘટી છે.

આના કરતાં ધમાકેદાર યોજના બીજી કેવી હોય! થોડા મહિનામાં જ પૈસા ડબલ, દિવાળી પહેલા લાભ લઈ લો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર મસ્કની કુલ સંપત્તિ હવે $204 બિલિયન છે. ટેસ્લાના શેરમાં ઘટાડાને કારણે મસ્કની નેટવર્થ ઘટી છે. આ કંપનીના શેરમાં બે દિવસમાં લગભગ 13 ટકાનો ઘટાડો થયો છે. ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 44 ટકા ઘટ્યો છે. પરિણામોની જાહેરાત બાદ તેના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમેરિકન બેન્કે એક વાત કહી દીધી અને ભારતમાં સોનાએ આંધળી દોટ મૂકી, અચાનક ભાવ 61000 પહોંચી ગયો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, શુક્રવારે વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની નેટવર્થમાં ઘટાડો થયો છે. વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં $2.07 બિલિયનનો ઘટાડો થયો છે. તેમની કુલ સંપત્તિ હવે 153 અબજ ડોલર છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે $3.30 બિલિયન ગુમાવ્યા અને હવે તેમના ખાતામાં $149 બિલિયન બાકી છે. આ સાથે બિલ ગેટ્સ, લેરી પેજ, લેરી એલિસન, સર્ગેઈ બ્રિન, સ્ટીવ બાલ્મર, વોરેન બફેટ અને માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. લેરી એલિસને સૌથી વધુ 6.01 અબજ ડોલર ગુમાવ્યા.

મુકેશ અંબાણીએ શા માટે મનોજ મોદીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જાણો એકદમ અંદરની ખાનગી વાત

અંબાણી-અદાણીની હાલત

શુક્રવારે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અંબાણીની કુલ સંપત્તિમાં $119 મિલિયનનો ઘટાડો થયો અને $85.8 બિલિયન રહી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અંબાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 11મા નંબરે છે.  આ વર્ષે તેની નેટવર્થમાં $1.29 બિલિયનનો ઘટાડો થયો છે.

દરેક માટે કામની વાત: હાલમાં ઉંચા વ્યાજદરથી રાહતની કોઈ જ આશા નથી, સમય જ કહેશે કે ક્યારે ઘટશે...

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ $211 મિલિયન ઘટીને $61 બિલિયન થઈ છે. આ વર્ષે તેની નેટવર્થમાં રેકોર્ડ $59.5 બિલિયનનો ઘટાડો થયો છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ 20મા ક્રમે છે.