Top Stories
આ બિઝનેસની માર્કેટમાં ખુબ છે ડિમાન્ડ, તમે પણ કરો આ વ્યવસાય

આ બિઝનેસની માર્કેટમાં ખુબ છે ડિમાન્ડ, તમે પણ કરો આ વ્યવસાય

પ્રકૃતિનું લાભદાયી વૃક્ષ 'યુકેલિપ્ટસ' એટલે કે નીલગિરી. આ વૃક્ષ ઝડપથી વિકાસ પામતું હોવાથી તે આર્થિક જગતમાં ખૂબ અગત્યતા ધરાવે છે. આ છોડ ઇકો-ફ્રેન્ડલી છે અને સાથે સાથે તે દવાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીલગિરીના ઝાડમાંથી તેલ અને મધ નીકળે છે. જે સ્વાસ્થ્ય માટે જીવન રક્ષક તો છે જ સાથે સાથે તે એક ઉત્તમ વ્યવસાયરૂપે સારી કમાણી કરાવનાર પણ છે. આનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ગોંડા જિલ્લાના એક યુવકે, જેણે આ વ્યવસાય કરીને લાખોની કમાણી કરી છે. તો આવો જાણીએ આ યુવકની સફળતાની વાત.

ગોંડા જિલ્લાના વજીરગંજના પરશ્વાનો રહેવાસી એક યુવક કે જેનું નામ અરુણ કુમાર પાંડે છે. અરુણ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલ છે ઉપરાંત, તે IASની તૈયારી પણ કરે છે પરંતુ તેને નીલગિરીના પાંદડામાંથી તેલ અને ફૂલોમાંથી મધ બનાવવાના વ્યવસાયમાં હાથ અજમાવવો હતો. તેથી આ વ્યવસાય કરવા તેણે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP)માં તેની ટ્રેનિંગ લીધી. ત્યારપછી તેણે આ વ્યવસાય શરૂ કર્યો.

અરુણ પાંડે જણાવે છે કે, તેણે આ બિઝનેસ 1 જાન્યુઆરી 2018થી શરૂ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં અમે લગભગ પાંચ હજાર રોપ વાવ્યા છે. વધુમાં તેઓ જણાવે છે કે, નીલગિરી ઝાડમાંથી તેલ બનાવવા માટે તેઓ તેના પાંદડાને એક ટાંકીમાં નાખીને ગરમ કરે છે. જેના કારણે તેલ અને વરાળ એક સાથે બહાર આવે છે. ત્યારબાદ તેની સાથેના વિભાજકમાં પાણી અને તેલને અલગ કરવામાં આવે છે. આ રીતે તેઓ એક વર્ષમાં 50 થી 60 ક્વિન્ટલ તેલ કાઢે છે, જે સમગ્ર દેશમાં સપ્લાય કરીને તેઓ ઘણો નફો કમાઈ છે.

તેલ બનાવવાની સાથે સાથે અરુણ પાંડે નીલગિરીના ફૂલોમાંથી મધ પણ બનાવે છે. આ મધ વાળ અને ત્વચા માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. લોકોને નીલગિરીમાંથી નીકળતા તેલ અને મધનો સ્વાદ ગમે છે. તેથી આ લોકપ્રિયતાના કારણે આ બિઝનેસ તેમના માટે વરદાન સાબિત થયો છે. અત્યાર સુધીમાં તેણે આ વ્યવસાયમાંથી લગભગ 50 લાખ રૂપિયાની કમાણી કરી છે અને ઘણા લોકોને રોજગારી પણ આપી છે.