khissu

હકીકત / શું ખરેખર આ જુનો ફોટો રાણી લક્ષ્મીબાઇનો છે? જાણો શું છે સાચી માહિતી

નમસ્કાર મિત્રો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ નહિ જાણતું હોય, યુદ્ધના મેદાનમાં બ્રિટીશરોના દાંત ખાટા કરનાર મહારાણી લક્ષ્મીબાઈ આ વખતે તેના ઇતિહાસ અને બહાદુરીને લઈને ચર્ચામાં નથી, પરંતુ આ વખતે તેના ફોટોનાં કારણે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોટો રાણી લક્ષ્મીબાઇનો છે, જેને બ્રિટિશ ફોટોગ્રાફર હોફમેને 1850 માં ખેંચ્યો હતો, તો આવો જાણીએ વાઈરલ ફોટોની સચ્ચાઈ.

સોશીયલ મિડિયા પર એક સમાચાર પત્રકમાંથી કટિંગ કરેલ ફોટો ફેસબુક, વોટસએપ, વગેરે ઈન્ટરનેટ પ્લેટ ફોર્મ પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આમાં એક મહિલા ખુલ્લા વાળ, કપાળ પર એક ચાંદલો અને કાનમાં કાનની બુટ્ટી પહેરેલી જોવા મળી રહી છે અને લખ્યું છે કે, આ ફોટો અંગ્રેજી ફોટોગ્રાફર હોફમેન દ્વારા લેવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, આ ફોટો ભોપાલમાં થયેલા વર્લ્ડ ફોટોગ્રાફીમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

આ ફોટોગ્રાફ જોઈને જ મનમાં સવાલ થાય કે શું ખરેખર આ મહિલા રાણી લક્ષ્મીબાઇ હશે? ફોટોમાં જોવા મળી રહેલી મહિલા કેમેરા ફ્રેન્ડલી લાગી રહી છે. આ ઉપરાંત ફોટોની કવોલિટી જોઈને એવું લાગે છે કે આ ફોટો તે યુગનો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ફોટો અમદાવાદનાં અમિત અંબાલાલ પટેલ નામના પેઈન્ટરે 1,50,000  માં ખરીદ્યો હતો અને આ ફોટો તેમના દોસ્ત વામન ઠાકરે ને ભેટ કર્યો હતો. ઠાકરે એ કહ્યું કે, આ ફોટો ભોપાલ પ્રદર્શન માં મૂકવામાં આવ્યો હતો. સમાચાર માં આવેલી આ ખબર તદ્દન ખોટી છે કે આ ફોટો ઝાંસી ની રાણી લક્ષ્મીબાઇનો છે.

જો કે ઇતિહાસકારો એ પણ આ ફોટા પર સવાલ ઉઠાવ્યા છે. '1857 નાં યદ્ધના' લેખક અમરીશ મિશ્રા કહે છે કે તેમને આ પુસ્તક માટે રિસર્ચ કરતી વખતે આ ફોટો ક્યારેય જોયો નથી અને ન તો કાંઈ સાંભળ્યું છે. વિશેષમાં અમરીશ મિશ્રાએ કહ્યું કે તેને ક્યારેય હોફમેન વિશે પણ નથી સાંભળ્યું.