Farm Bill ( કૃષિ બિલ ) | ખેડૂતો ને ન્યાય કે અન્યાય જાણો શું છે આ બિલ માં

Farm Bill ( કૃષિ બિલ ) | ખેડૂતો ને ન્યાય કે અન્યાય જાણો શું છે આ બિલ માં

MSP ( Minimum Supporting Prices) શું છે ?

MSP એટલે લઘુતમ ટેકાનો ભાવ .ખેડૂતો ને તેના પાકના ટેકાનો ભાવ વાવણી સમયે જ નક્કી થઈ જતો હોય છે જેથી ખેડૂતો નિયત કરેલી કિંમતે પોતાના પાક યાર્ડ માં જઈને વેંચે છે.

બજારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાને પગલે ભારત સરકારના એગ્રીકલચર અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 22 ધાન માં ટેકાના ભાવો પહેલેથી જ નક્કી કરવામાં આવે છે.

હાલ માં જે લોકસભા તેમજ રાજ્યસભામાં ૩ કૃષિ બિલ પસાર થયા છે તે જાણી લઈએ.

૧) કૃષિ ઉત્પાદન અને વાણિજ્ય ( સંવર્ધન અને સુવિધા ) બિલ, ૨૦૨૦

આ બિલ અંતર્ગત ખેડૂતો પોતાનો પાક સ્વનિર્ભર રીતે માર્કેટ યાર્ડ ની બહાર પણ વહેંચી શકશે.

આ બિલ મુજબ ખેડૂત રાજ્યમાં કોઈ પણ જીલ્લામાં અથવા બીજા રાજ્યમાં જઈને પણ પોતાનો પાક વહેંચી શકશે.

૨) સશક્તિકરણ અને સંરક્ષણ બિલ ( કિંમત આશ્વાસન ) બિલ, ૨૦૨૦

આ બિલ ખેતપેદાશોની વેંચાણ, ખેતવેપાર, વિક્રેતાઓ અને નિકાસકારો સાથે ખેડૂતોને જોડવા માટે સશક્ત કરે છે.

તેમાં જે તે નિકાસકારો કે વિક્રેતાઓ પહેલીથીજ ખેડૂત સાથે સોદો કરી તેને ટેકનિકલ સહાય, પાકનું સ્વાસ્થ્ય નિરીક્ષણ તેમજ બીજની ગુણવત્તા માટે સહાય કરશે.

૩) આવશ્યક વસ્તુ સંશોધન બિલ, ૨૦૨૦

આ બિલ અંતર્ગત ડુંગળી, બટાકા, ટામેટા, દાળ, તેલિય પાકો ને જરૂરી વસ્તુ ની લીસ્ટ માંથી કાઢી નાખ્યાં છે તેથી હવે થી આવા પાકો ને ખેડૂતો અથવા વેપારીઓ પોતાની મરજીથી સાચવી શકે છે તેમજ જેટલું ઉત્પાદન કરવું કરી શકે છે.