Top Stories
પાવર સંચાલિત પમ્પ લેવા માટે ખેડુતોને મળશે ૭૫% ની સહાય : જાણો સંપૂર્ણ માહિતી

પાવર સંચાલિત પમ્પ લેવા માટે ખેડુતોને મળશે ૭૫% ની સહાય : જાણો સંપૂર્ણ માહિતી

ખેડૂતોને પોતાના ખેતરમાં પાકની અંદર દવા છાંટવા માટે અને પંપ સેટ (મોટર) માટે આઇ ખેડૂત પોર્ટલ પર સરકાર દ્વારા સબસિડી (સહાય) બહાર પાડવામાં આવી છે. જેની અંદર ખેડૂતોને કેટલી સહાય મળશે ? ક્યાં ક્યાં આધાર પુરાવા જોઈશે ? તેની સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીએ.

કેટલી સહાય મળાપાત્ર છે ?
 

(૧) પાવર સંચાલિત નેપસેક પમ્પ, પાવર સંચાલિત તાઇવાન પમ્પ ૮ થી ૧૨ લિટર કેપેસીટી ક્ષમતા ધરાવતો પંપ અનુ. જાતિ , જન જાતિ, નાના અને સીમાંત મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦ અને અન્ય લાભાર્થીને  ૨૫૦૦ રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે.

(૨) પાવર સંચાલિત નેપસેક પમ્પ, પાવર સંચાલિત તાઇવાન પમ્પ ૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી ધરાવતો પંપ  અનુ. જાતિ, જન જાતિ, નાના અને સીમાંત મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦ અને અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦ સબસિડી મળવાં પાત્ર રહેશે.

(૩) પાવર સંચાલિત નેપસેક પમ્પ  પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ, જન જાતિ, નાના અને સીમાંત  મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦ અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦ સહાય મળવાપાત્ર રહેશે.
 

પંપ સેટ યોજના :-
 

ખેડૂતોને કેટલી સહાય મળશે અને કેટલા હોર્સ પાવર પર કેટલી સબસિડી મળશે તે જાણીએ

(A) ઓઇલ એન્જીન અનુસુચિત જાતીના ખેડુતો માટે 
 

(૧) ૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦૦ બે માંથી જે ઓછું હોય તે
 

(૨) ૩ થી ૩.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૮૭૦૦  બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે.

(૩) ૭.૫ થી ૮ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૩૫૦૦ બે માંથી જે ઓછું હોય તે
 

(૪) ૧૦ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૩૮૭૫  બે માંથી જે ઓછું હોય તે

(B) ઇલેક્ટ્રીક મોટર/ પમ્પસેટ અનુસુચિત જાતીના ખેડુતો માટે 
 

(૧) ૩ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૮૬૦૦ બે માંથી જે ઓછુ હોય તે

(૨) ૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૯૭૫૦ બે માંથી જે ઓછુ હોય તે 

(૩) ૭.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૧૨૯૦૦ બેમાંથી જે ઓછુ હોય તે

(C) સબમર્સીબલ પમ્પસેટ અનુસુચિત જાતીના ખેડુતો માટે
 

(૧) ૩ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૫૭૫૦ બે માંથી જે ઓછું હોય તે 

(૨) ૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૨૨૩૫૦ બે માંથી જે ઓછું હોય તે

(૩) ૭.૫ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૨૭૯૭૫  બે માંથી જે ઓછું હોય તે

(૪) ૧૦ હો.પા. ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂ. ૩૩૫૨૫ બે માંથી જે ઓછું હોય તે.

અરજી સાથે જોડવાના પુરાવા :- 
 

-અરજી કરેલ હોય તેની નકલ

-આધાર કાર્ડની નકલ

-રેશનકાર્ડ ની નકલ

-બેંક ખાતાની નકલ

-૭/૧૨, ૮ - અ ની નકલ

-જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુ. જનજાતિ માટે)

અરજી ક્યાં કરવાની રહેશે ? 
 

દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે. 

ખરીદી ક્યાંથી કરવાની રહેશે ?
 

ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિેક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.