માર્કેટ યાર્ડોમાં આવકો વધી રહી છે પરંતુ જોઇએ તેટલા ભાવો ઘટતા નથી. સીંગદાણા અને સીંગતેલની બજારો નરમ હોવાથી મગફળીના ભાવમાં ઘટાડો ગમે ત્યારે થાય તેવી સંભાવના છે.
ભાવનગર માર્કેટ યાર્ડમાં એક બ્રોકરે જણાવ્યું હતું કે સારી મગફળીના ભાવ ખેડુતોને 1700 રૂપિયા મળી રહ્યા છે. અને સરેરાશ 1500 થી 2000 બોરિની આવકો થઈ રહી છે. પાછોતરા વરસાદથી ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં કોઈ ખાસ નુકસાન થયું નથી. જો કે પાથરામાં થોડુક નુકસાન છે.
આ પણ વાંચો: કપાસના ભાવ રૂ. 1850 ને પાર બોલાયા, કપાસ વેચવાની સારી તક, જાણો આજના તમામ બજારોના ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડમાં 40 હજાર ગુણીનાં વેપારો થયા હતા. ૩૯ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૩૦૦, ૨૪ નંબર રોહીણીમાં રૂ.૧૧૫૦થી ૧૪૬૦, ૩૭નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૩૫૦,જી-૨૦માં રૂ.૧૨૪૦થી ૧૪૩૦ અને બીટી ૩૨ કાદરીમાં રૂ.૧૧૮૦થી ૧૩૪૦નાં ભાવ હતાં.
દેશમાં ચાલું વર્ષે ખરીફ મગફળીનું ઉત્પાદન ગત વર્ષ જેટલું જ અંદાજે ૮૩.૬૯ લાખ ટન (પ્રથમ આગોતરો અંદાજ તા. ૨૧-૦૯-૨૦૨૨) જેટલું થશે. રવિ ઋતુ સહિત દેશમાં ગત વર્ષે ૫૭ લાખ હેક્ટર વિસ્તારમાંથી ૧૦૧ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયેલું હતું.
જો સરકારશ્રી દ્વારા નિકાસને પ્રોત્સાહન અને ખાદ્યતેલની આયાત ઉપર નિયંત્રણ રાખવા ઉંચી આયાત કરની નીતિ ચાલું રાખવામાં આવશે, તો ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ મગફળીના ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ ધાંસ્સુ સ્કીમમાં મળે છે FD કરતાં વધુ સારું વળતર, જુઓ આ યોજનાની ડિટેઇલ્સ
સોરઠ જિલ્લાને મગફળીના ઉત્પાદન માટેનું હબ ગણવામાં આવે છે. આ વર્ષે મગફળીની સીઝન નવરાત્રીના અઠવાડિયા પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં મગફળીની આવકો શરૂ થઈ ત્યારે ભાવ 900 થી 1300 રૂપિયા રહ્યા હતા. જો કે નવરાત્રી પૂરી થયા બાદ આજનાં સમયે નવી મગફળીના ભાવ 1500 રૂપિયા મણનાં જોવા મળી રહ્યા છે.
જુનાગઢ જિલ્લામાં 209864 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. મગફળીના પાકને ચાર માસથી વધુ સમય પસાર થઈ જવા પામ્યો છે. સતત વરસાદ આસો માસમાં પણ થઈ રહ્યો છે. પાથરા પલળી ગયા છે. મગફળીનો ચારો પણ ખતમ થઈ રહ્યો છે. રાતડના કારણે પાન ખરી રહ્યા છે. મુંડાનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 10/10/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1060 | 1421 |
અમરેલી | 850 | 1330 |
પોરબંદર | 1050 | 1051 |
વિસાવદર | 923 | 1521 |
મહુવા | 858 | 1472 |
ગોંડલ | 925 | 1451 |
કાલાવડ | 1150 | 1368 |
જુનાગઢ | 1000 | 1358 |
જામજોધપુર | 1000 | 1340 |
ભાવનગર | 1076 | 1323 |
માણાવદર | 1375 | 1376 |
તળાજા | 830 | 1401 |
જામનગર | 1000 | 1280 |
ભેસાણ | 900 | 1441 |
ધ્રોલ | 1230 | 1350 |
સલાલ | 1300 | 1600 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 10/10/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1370 |
અમરેલી | 950 | 1332 |
કોડીનાર | 928 | 1192 |
જસદણ | 900 | 1401 |
મહુવા | 700 | 1457 |
ગોંડલ | 940 | 1541 |
કાલાવડ | 1250 | 1501 |
જુનાગઢ | 1050 | 1465 |
જામજોધપુર | 1000 | 1370 |
ઉપલેટા | 1000 | 1305 |
ધોરાજી | 906 | 1231 |
વાંકાનેર | 906 | 1231 |
તળાજા | 1200 | 1406 |
ભાવનગર | 902 | 1700 |
રાજુલા | 756 | 1200 |
મોરબી | 800 | 1450 |
જામનગર | 1100 | 1420 |
બાબરા | 990 | 1150 |
ધારી | 1040 | 1200 |
ખંભાળિયા | 900 | 1261 |
લાલપુર | 800 | 1226 |
ધ્રોલ | 1160 | 1315 |
હિંમતનગર | 1300 | 1725 |
પાલનપુર | 1121 | 1536 |
મોડાસા | 1250 | 1600 |
ડિસા | 1100 | 1470 |
ઇડર | 1300 | 1665 |
ધનસૂરા | 1000 | 1350 |
ધાનેરા | 1180 | 1425 |
ભીલડી | 1170 | 1400 |
થરા | 1165 | 1360 |
દીયોદર | 1105 | 1415 |
વડગામ | 1078 | 1335 |
શિહોરી | 1120 | 1235 |
ઇકબાલગઢ | 1166 | 1427 |
સતલાસણા | 1071 | 1249 |
લાખાણી | 1050 | 1343 |
દરરોજના બજાર ભાવની માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.