પૂર્વાનુમાન/ 13-14-15 તારીખમાં કેટલો વરસાદ પડશે? પવન ઝડપ? સિસ્ટમ ક્યાં છે? કેટલી અસર? વરાપ?

પૂર્વાનુમાન/ 13-14-15 તારીખમાં કેટલો વરસાદ પડશે? પવન ઝડપ? સિસ્ટમ ક્યાં છે? કેટલી અસર? વરાપ?

ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 15 થી વધારે વિસ્તારોમાં આઠ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે નર્મદાના ડેડીયાપાડામાં 534 એમ.એમ, તિલકવાડામાં 508 એમ.એમ, સુરતના ઉંમરપાડામાં 427 એમ.એમ, જ્યારે વલસાડના કપરાળામાં 401 એમ.એમ વરસાદ નોંધાયો છે. આ સાથે પંચમહાલ, ડાંગ, તાપી જેવા જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોકે આગાહી મુજબ હજુ ત્યાં વરસાદ ચાલુ રહેશે.

અતિભારે વરસાદ એલર્ટ (13-14-15 તારીખનું પૂર્વાનુમાન) 
ભારતીય હવામાન વિભાગના ચાર્ટ મુજબ 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી મુકશે તેવા ચાર્ટ જણાવી રહ્યા છે. છેલ્લે આગાહીનાં આગોતરા mમાં જણાવ્યું હતુ તેમ 11/12 જુલાઈની બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત સુધી આવી જશે અને અતિ ભારે વરસાદ આપશે. 

હવામાન વિભાગ રાતોરાત બદલાયુ; હવે આટલાં જીલ્લામાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ: અતિભારે વરસાદ આગાહી 

હાલમાં આ લો-પ્રેશર ઓડીશાના દરિયા કીનારે ઉતર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર છે,જે આવતા 36 કલાકમા વધું મજબૂત બનશે, અને અલગ અલગ દીવસે તેને આનુસંગિક  uac, uacના ટ્રફ તેમજ ઓફશોર ટ્રફ, સીયર ઝોન, બહોળા સર્ક્યુલેશન જેવા વિવિધ પરીબળોની સંયુક્ત અસરથી સમગ્ર ગુજરાતનો વારો પાડી દેશે.

કેટલાં વરસાદની આગાહી છે?
આગાહી સમય ગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે 50મીમી થી 150મીમી વરસાદની શક્યતા છે, જ્યારે અમુક વિસ્તારોમાં અતિભારે 200 મીમીથી વધુ વરસાદ પડે તેવી સંભાવના પણ નકારી શકાય નહીં. 

આગળનાં 4 દિવસ સાવધાન: હવામાન વિભાગે પણ આપી ચેતવાની, અતિ ભારે વરસાદ આગાહી; જાણો જિલ્લા લિસ્ટ

ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ 15મીમી થી 50મીમી વરસાદની શક્યતા છે.જેમાં એકલ દોકલ જગ્યાએ 100મીમી થી વધુ વરસાદની આગાહી છે. દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં ભારે થી અતિભારે 100 થી 200મીમી વરસાદની શક્યતા છે, અને અતીશય ભારે વરસાદના સેન્ટરમાં 200મીમી થી વધુ વરસાદ પણ પડી શકે છે.

આગાહીનાં દિવસો દરમિયાન કેટલો પવન?
આગાહીનાં દિવસો દરમિયાન પવનની વાત કરી એ તો સીસ્ટમનાં ટ્રેકમાં આવતા પવનની ઝડપ વધું રહેશે, જે 25-25કીમી હોય શકે છે અને ઝટકાના પવનો 50કીમી સુધી પહોંચી જાય તેવી સંભાવના છે.

વરસાદ જોર ક્યારથી ઘટશે? 15 તારીખની સાંજ પછી વરસાદનું જોર ઘટતું જશે અને 23-24 તારીખ ઘણા વિસ્તારોમાં એક વરાપ જોવા મળી શકે છે. જોકે સામાન્ય ઝાપટાં પડવાની શક્યતા રહેશે.