khissu

ગુજરાત પર લોપાર વાવાઝોડાની અસર કેવી થશે ? જાણો હવામાન નિષ્ણાતની આગાહી

વરસાદને લઈને હવામાન નિષ્ણાત ચિરાગ શાહની આગાહી સામે આવી છે. જેમાં લોપાર સાયકલોનની અસરથી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદની આગાહી છે. તેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને સારો વરસાદ મળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું છે. જેમાં આ લો પ્રેસરથી ગુજરાતને સારો વરસાદ મળશે.

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં સારો વરસાદ થશે

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દગુજરાતમાં સારો વરસાદ થશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો તો જૂનાગઢ તાલુકામાં સવા પાંચ ઈંચ, જૂનાગઢ શહેરમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો, વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઇ ગયા છે. સતત વરસાદને કારણે સૌરાષ્ટ્ર, દ્વારકા, જુનાગઢ, પોરબંદર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદને કારણે અનેક ગામોનો શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

પૂરના ભય વચ્ચે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પુરના ભય વચ્ચે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે આજે રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. વડોદરા, આણંદ ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરી છે. જંબુસર, ભઢચ, પંચમહાલ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતનાં મહેસાણા અને બનાસકાંઠા જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી કરવામાં આવી

તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. તેમજ આજથી સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે. આજે રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત દ્વારા મધ્ય ગુજરાતનાં વડોદરા, આણંદ, ખેડબ્રણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.