જાણો અખાત્રીજના પવન પરથી વાવણીના સંકેત આપતી આગાહી, પરોઢીયા પવન પરથી આગાહી

જાણો અખાત્રીજના પવન પરથી વાવણીના સંકેત આપતી આગાહી, પરોઢીયા પવન પરથી આગાહી

રાજ્યભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. આ દરમિયાન હવે ચોમાસાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. વાસ્તવમાં આપણે ત્યાં ચોમાસું કેવું રહેશે તે માટે હોળીની સાથે અખાત્રીજનો પવન પણ જોવામાં આવે છે. આજે અખાત્રીજ છે અને અખાત્રીજના પવનથી ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. આપણે ત્યાં હવામાન નિષ્ણાતો અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે.

આ દરમિયાન આજે અખાત્રીજના દિવસે પરોઢિયાનો પવન જોવામાં આવ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેનો વર્તારો આપ્યો છે.

શું કહ્યું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અખાત્રીજના દિવસે સવા હાથનું રાડુ એટલે કે (સીધી સળી) લઈ પવન જોવો. અખાત્રીજની બપોરે સવા હાથનું રાડુ એટલે કે (સીધી સળી) ઉભી કરવી અને જો ઉત્તરમાં ત્રણથી છ કદમ પડછાયો જાય તો ઉત્તમ ગણવો. ત્રણથી ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવો. દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સૂર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે.

શું તમે જાણો છો અખાત્રીજનો પવન જોવાની રીત ?
દિવસ ઉગતા પહેલા પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે. પરોઢિયાનો પવન જોવા અઢી હાથનું રાડુ રાખી મેદાનમાં પવન જોવો. તેમજ જમીન ઉપર ધૂળની ઢગલી કરી પવન જોવો જોઈએ. દક્ષિણ અગ્નિ પૂર્વનો વા વાય તો ઉત્તમ ગણવો અને ઉભા કણસલા સુકા હોય તો ભય ઉપજાવે. તેમજ ઈશાનનો વાયુ વાય તો વધુ વરસાદ થાય. અખાત્રીજના દિવસે ઉનાળુ કે શિયાળુ પવનના વાય તો પવન ઉત્તમ ગણાય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હોળીના પવન પરથી વર્તારો કાઢવામાં આવ્યો હતો કે, ચોમાસું એકંદરે સારું રહેશે. પરંતુ અખાત્રીજનો વહેલી સવારનો પવન જોવામાં આવ્યો હતો. પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. આથી આગામી ચોમાસા માટે સારા સંકેત છે. વાળી ન સુકાય અને વરસાદ આવ્યા કરે. અખાત્રીજનો પરોઢિયાનો પવન સાનુકૂળ રહ્યો