khissu

10 તારીખથી વરસાદના જોરમાં વધારો, લો પ્રેશર સિસ્ટમ બનશે

રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં 2 દિવસ હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો 10 અને 11 તારીખમાં વરસાદનું જોર વધશે.

10 અને 11 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ બનતા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની વધુ અસર રહેશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે.

આ સાથે વાત કરીએ આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધીમા નોંધાયેલા સીઝનના વરસાદની તો આ આંકડો 102 ટકા થઈ ચૂક્યો છે. પરંતુ ખેડૂત મિત્રોનું કહેવું છે કે હજુ એવા ઘણા વિસ્તારો છે જ્યાં ઓછો વરસાદ છે. ઘણી જગ્યાએ ઓછો વરસાદ છે તો અમુક જગ્યાએ વધુ પડતો વરસાદ વરસી ગયો છે. હવે વરસાદ ધીમી ગતિએ વિરામ લઈ રહ્યો છે.