Priti Adani Networth: અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર તેમની પાસે $48.9 બિલિયનની સંપત્તિ છે, પરંતુ શું તમે જાણો છો કે તેમની પત્ની પાસે કેટલી સંપત્તિ છે. ગૌતમ અદાણી વિશ્વના 24મા સૌથી અમીર વ્યક્તિ છે. અદાણી ગ્રુપ હેઠળ ઘણી કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓ પોર્ટ, એરપોર્ટ, વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ગ્રીન એનર્જી જેવા બિઝનેસ કરે છે.
ગૌતમ અદાણીની સફળતા પાછળ તેમની પત્ની પ્રીતિ અદાણી છે, જેઓ હાલમાં અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે. એક બિઝનેસવુમન હોવાની સાથે પ્રીતિ ગૌતમ અદાણી પરોપકારી અને ડેન્ટિસ્ટ પણ છે. પ્રીતિ અદાણી ભારતની અમીર મહિલાઓમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે 1 બિલિયન ડોલરની સંપત્તિ છે.
પ્રીતિ અદાણીની દેખરેખ હેઠળ અદાણી ગ્રુપનો સીએસઆર ખર્ચ રૂ. 95 કરોડથી વધીને રૂ. 128 કરોડ થયો છે. પ્રીતિ અને ગૌતમ અદાણીને બે પુત્રો છે. બંને પુત્રો અદાણી ગ્રુપમાં જુદી જુદી જવાબદારીઓ નિભાવે છે.
2020માં ગૌતમ અદાણીએ 400 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું હતું. લાઇવમિન્ટના જણાવ્યા અનુસાર 3.4 એકરની મિલકત, આદિત્ય એસ્ટેટ, અદાણી જૂથે ઓફર જીત્યા પછી ખરીદી હતી. TOI મુજબ ગૌતમ અદાણી પાસે બોમ્બાર્ડિયર, બીકક્રાફ્ટ અને હોકર જેવા વિમાનો છે, જેમાં 8, 37 અને 50 મુસાફરો બેસી શકે છે.
અદાણી ગ્રુપ ઘણી કંપનીઓ ચલાવે છે
ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ હેઠળ ઘણી કંપનીઓ કાર્યરત છે. જેમાં ઇલેક્ટ્રિક સિટી જનરેશન, એરપોર્ટ, પોર્ટ, ટ્રાન્સમિશન, ઇલેક્ટ્રિક સિટી જનરેશન, ગ્રીન એનર્જી જેવા મોટા બિઝનેસનો સમાવેશ થાય છે. ગૌતમ અદાણીની સફળતામાં તેમની પત્ની પ્રીતિ અદાણીની પણ ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.
કેટલી સંપત્તિ છે?
પ્રીતિ ગૌતમ અદાણી વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. જેઓ અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પણ છે. ભારતની અમીર મહિલાઓમાં તેમનું નામ પણ સામેલ છે. તેમની પાસે લગભગ એક અબજ રૂપિયાની સંપત્તિ છે.
પ્રીતિ અદાણીનો જન્મ મુંબઈમાં વર્ષ 1965માં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. જેમણે અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજમાંથી ડેન્ટલ સર્જરીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ગૌતમ અદાણી સાથે લગ્ન કર્યા બાદ તેણે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સનનું પદ સંભાળ્યું હતું. તેણે આ ફાઉન્ડેશન માત્ર બે લોકો સાથે શરૂ કર્યું હતું.
400 કરોડનું આલીશાન ઘર
ગૌતમ અદાણીએ વર્ષ 2020માં 3.4 એકરમાં ફેલાયેલી આદિત્ય એસ્ટેટ ખરીદી હતી. જેની કિંમત 400 કરોડ રૂપિયા હતી. તેની પાસે હોકર, બીકક્રાફ્ટ અને બોમ્બાર્ડિયર નામના પ્લેનનું કલેક્શન પણ છે.