જો તમે તમારી છોકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતા હોવ, તો આ યોજના તમારા માટે એક બેસ્ટ વિકલ્પ છે. આ યોજનામાં રોકાણ કરીને તમે નાની રકમમાંથી એક મોટું ફંડ બનાવી શકો છો, જેનો ઉપયોગ તમે પાછળથી તેના શિક્ષણ, લગ્ન અથવા અન્ય જરૂરિયાતોમાં કરી શકો છો.
ધારો કે, તમે આ યોજનામાં તમારી દીકરીના નામે દર વર્ષે ₹35,000 જમા કરો છો. હવે જો તમે 15 વર્ષ સુધી સતત રોકાણ કરો છો, તો કુલ જમા રકમ ₹5,25,000 થશે.
આશ્ચર્યજનક વાત એ છે કે, 21 વર્ષ પછી એટલે કે પાકતી મુદત પર તમે અંદાજિત ₹16,16,435 મેળવી શકો છો. આ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે અને સરકારી ગેરંટી સાથે મળી આવે છે.
આ યોજના ખાસ કરીને એવા માતા-પિતા માટે છે કે, જેઓ તેમની દીકરીના ભવિષ્યને લઈને ચિંતિત છે અને ઇચ્છે છે કે સમય આવે ત્યારે તેમને કોઈ નાણાકીય સમસ્યા ન આવે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં રોકાણ કરવું ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવા માટે તમે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસ અથવા સરકારી/ખાનગી બેંક (જેમ કે SBI, PNB, HDFC, ICICI) માં જઈ શકો છો.
અહીં દીકરીનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાનું ઓળખપત્ર (જેમ કે આધાર અથવા PAN કાર્ડ), રહેઠાણ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો અને ખાતું ખોલવાનું ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
આ યોજનામાં વાર્ષિક ₹ 250 થી ₹ 1.5 લાખનું રોકાણ કરી શકાય છે, જે તમે એકસાથે અથવા હપ્તામાં જમા કરી શકો છો. રોકાણનો સમયગાળો 15 વર્ષ છે પરંતુ ખાતું 21 વર્ષમાં મેચ્યોર થઈ જાય છે.
હાલમાં, આ યોજનામાં લગભગ 8.2% વ્યાજ દર મળે છે, જે ત્રિમાસિક રીતે કમ્પાઉન્ડ થાય છે અને મેચ્યોરિટી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. આ ઉપરાંત, સેક્શન 80C હેઠળ રોકાણ પર પણ ટેક્સ છૂટ મળે છે.