Top Stories
રક્ષાબંધન પર્વ પર બહેનને આપો આ ભેટ, તેનું ભવિષ્ય બની જશે ઉજ્જવળ

રક્ષાબંધન પર્વ પર બહેનને આપો આ ભેટ, તેનું ભવિષ્ય બની જશે ઉજ્જવળ

રક્ષાબંધનનો સુંદર તહેવાર થોડા દિવસો પછી છે, જ્યાં બહેનો તેમના ભાઈઓ માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અને તેમના કાંડા પર સુંદર અને વિવિધ પ્રકારની રાખડીઓ બાંધે છે, જ્યારે તેમના ભાઈઓ પણ તેમને વિવિધ ભેટો આપે છે.

પરંતુ આવી સ્થિતિમાં દરેક ભાઈના મનમાં એક પ્રશ્ન આવે છે કે તેણે પોતાની બહેનને કઈ ભેટ આપવી જોઈએ જેનાથી તે ખુશ થાય. આવી સ્થિતિમાં,અમે તમને મદદ કરીશું જેથી તમે તેના માટે શ્રેષ્ઠ ભેટ મેળવી શકો.  તો આવો જાણીએ આ રક્ષાબંધન પર તમે તમારી બહેનને કઈ ભેટ આપી શકો છો. આજે અમે તમને કેટલીક ખાસ ભેટ વિશે જણાવીશું. ભેટો જે તમારી બહેનને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. આવો જાણીએ તે ગિફટ વિશે.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD)
FDએ ભારતમાં રોકાણના સૌથી લોકપ્રિય વિકલ્પોમાંથી એક છે. આ રક્ષાબંધન પર તમે તમારી બહેન માટે ફિક્સ ડિપોઝીટ ખાતું ખોલાવી શકો છો. આ FD તમારી બહેનના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મદદ કરશે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા સાથે બેંકોએ પણ એફડી પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. હાલમાં, ઘણી અગ્રણી અને નાની ફાઇનાન્સ બેંકો FD પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો
આ રક્ષાબંધન પર તમે તમારી બહેનને મ્યુચ્યુઅલ ફંડના રૂપમાં એક અદ્ભુત ભેટ આપી શકો છો. તમે તમારી બહેનને SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શીખવો છો. તમે તમારી બહેનને તેની SIP શરૂ કરીને એક અદ્ભુત ભેટ આપી શકો છો.

ડિજિટલ ગોલ્ડ
ઘણા ભાઈઓ પોતાની બહેનોને રક્ષાબંધન પર સોનું આપે છે. તમે તમારી બહેનને ડિજિટલ સોનું પણ આપી શકો છો. સોનામાં રોકાણ કરવા માટે ડિજિટલ ગોલ્ડ એક સારો વિકલ્પ છે.

ગિફટ કરી શકો છો આ શેર
જો તમે તમારી બહેનને કંઇક અલગ ગિફ્ટ કરવા માંગો છો, તો તમે તેને શેર પણ ગિફ્ટ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે તમારી બહેનનું ડીમેટ ખાતું ખોલાવવું પડશે. આ પછી તમે તેમના ડીમેટ ખાતામાંથી કેટલાક શેર ખરીદી શકો છો. તમે લાંબા ગાળાના રોકાણ માટે બ્લુ ચિપ કંપનીઓના શેર ખરીદી શકો છો.

ગિફટ કરો હેલ્થ ઈન્શયોરન્સ
રક્ષાબંધન પર Health insurance plan ગિફટ કરવાનો એક સારો વિકલ્પ છે. બહેનો પાસે હેલ્થ ઈન્શયોરન્સ પ્લાન હોતો નથઈ. તમે રક્ષાબંધન પર તમારી બહેનને કોઈ સારો હેલ્થ ઈન્શયોરન્સ પ્લાન ખરીદી ગિફટ કરી શકો છો.