નિષ્ણાતોના મતે સોનું જે એક સમયે 62 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર હતું તે હવે સસ્તું થઈ રહ્યું છે. આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. તાજેતરમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક સારી તક હોઈ શકે છે. જો કે, ખરીદી કરતા પહેલા તેના નવીનતમ દરો એકવાર ચેક કરી લેવા જોઈએ.
ખેડૂતોને મળી રહ્યો છે આટલી બધી યોજનાનો લાભ, અહીં જાણો દરેક વિશે વિગતે, માલામાલ થઈ જશો
સોનાના ભાવ શું છે?
આજે એટલે કે શુક્રવાર ના રોજ, MCX એક્સચેન્જ પર ડિલિવરી માટે સોનું 61,912 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે સોનું રૂ. 62,108ના ભાવે ખુલ્યું હતું. ત્યારબાદ સોનું વધીને રૂ. 62,431 પર ટ્રેડ થઈ રહ્યું છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાના એક તોલાના ભાવ હાલમાં 63,845 રૂપિયા બોલાઈ રહ્યા છે.
MCX એક્સચેન્જ પર આજે એટલે કે શુક્રવારે ચાંદી રૂ. 70,013 પ્રતિ કિલોના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. પછી ચાંદીમાં વધારો થયો છે અને તે 71,703 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
5000 રૂપિયા પર મળશે 55,000નું વ્યાજ, SBIની સ્કીમમાં લોકો દોડી દોડીને કરી રહ્યા છે રોકાણ
શુક્રવારે પણ વૈશ્વિક સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 0.09 ટકા અથવા $1.90 ઘટીને $2,028.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળે છે. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં $ 2,020.28 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
લગ્નની સિઝન વચ્ચે જ સારા સમાચાર, સોના-ચાંદીના ભાવ થયા ધડામ, હવે એક તોલું ખાલી આટલામાં આવી જશે
છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સોનાની કિંમત 62 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ હતી. હવે તે ઘટીને રૂ.61 હજારની નજીક પહોંચી ગયો છે. હવે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.