મગફળીની ચિક્કાર આવકો સામે ભાવમાં પણ વધારો: 1900 થી વધુના ભાવો, જાણો અહીં

મગફળીની ચિક્કાર આવકો સામે ભાવમાં પણ વધારો: 1900 થી વધુના ભાવો, જાણો અહીં

દેશમાં સર્વાધિક મગફળી પકવતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આ વર્ષે ૩૯ લાખ ટન મગફળીના મબલખ પાકના અંદાજ વચ્ચે હવે સુકા હવામાનના પગલે દિવાળી પછી રોજ ૨ લાખ મણથી વાૃધુ મગફળી સૌરાષ્ટ્રના યાર્ડોમાં ઠલવાવા લાગી છે. આજે રાજકોટના બેડી યાર્ડમાં એક જ દિવસમાં ૨,૦૨,૫૦૦ મણ એટલે કે ૪૦.૫૦ લાખ કિલો મગફળીની આવક થતા યાર્ડના ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટયાનું આજે જાહેર કરાયું છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં નરમાઈ: જાણો કેટલી આવકો અને શું રહ્યા ભાવ ? એક ક્લિકે

ખેડૂતો ગત રાત્રિના જ મગફળીથી ચિક્કાર ભરેલા ૧૮૦૦ વાહનો સાથે કતારમાં ઉભા રહી ગયા હતા અને યાર્ડના ચેરમેન,ડિરેક્ટરો વગેરેએ સતત હાજર રહીને ઉતરાઈ કરાવી હતી. યાર્ડનું ખુલ્લુ મેદાન મગફળીના વિશાળ ગંજથી ભરાઈ ગયું હતું. યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે યાર્ડ માટે એક દિગવસમાં મગફળીની આટલી બાૃધી આવક એક ઐતહાસિક ઘટના છે.

બજારો ઘટી રહ્યા હોવાથી મગફળીની બજારમાં પણ સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી પ્રમાણમાં ઓછી છે, જેને પગલે આગામી દિવસોમાં બજારનો આધાર સીંગતેલ અને ખોળની બજાર ઉપર વધારે રહેલો છે.

આ પણ વાંચો: માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવકો: ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ

ગોંડલમાં આજે વેપારો અને આવકો સારી હોવા છત્તા સરેરાશ ભાવ ટકેલા રહ્યાં હતાં. અન્ય સેન્ટરોમાં પણ બજારો થોડા ડાઉન હતાં. અમુક ક્વોલિટીમાં બજારો રૂ.૧૦ મણે ઘટ્યાં હતાં. દેવદેવાળી હોવાથી પીઠાઓમાં આવકો પણ ઓછી જોવા મળી હતી.

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

 

 

તા. 08/11/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10501307
અમરેલી8501266
કોડીનાર11591322
સાવરકુંડલા10521296
જસદણ10501285
મહુવા10791336
ગોંડલ9251371
કાલાવડ11501325
જુનાગઢ10001240
જામજોધપુર9911440
ઉપલેટા10601216
ધોરાજી10011241
વાંકાનેર9001375
જેતપુર9511686
તળાજા12501505
રાજુલા10001221
મોરબી10001416
જામનગર10001900
બાબરા11351245
બોટાદ10001215
ભચાઉ13401385
ધારી9601191
ખંભાળિયા10001460
પાલીતાણા11411275
લાલપુર10451173
ધ્રોલ10011261
હિંમતનગર11001765
તલોદ11501510

 

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 08/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701307
અમરેલી10721266
કોડીનાર11361213
સાવરકુંડલા11551281
જેતપુર9211281
પોરબંદર10751230
વિસાવદર8921676
મહુવા13201491
ગોંડલ8301321
કાલાવડ10501270
જુનાગઢ10201308
જામજોધપુર10111280
તળાજા10801282
જામનગર10001225
ભેસાણ9001193
ધ્રોલ11401270