કપાસનાં ભાવમાં નરમાઈ: જાણો કેટલી આવકો અને શું રહ્યા ભાવ ? એક ક્લિકે

કપાસનાં ભાવમાં નરમાઈ: જાણો કેટલી આવકો અને શું રહ્યા ભાવ ? એક ક્લિકે

ગઈકાલે દેવદિવાળી, ગુરૂનાનક જયંતિ તેમજ પૂનમ હોવાથી ઉત્તર ગુજરાતના વિજાપુર, વિસનગર, પાટણ, કુકરવાડા અને માણસા સહિતના યાર્ડો બંધ હોવાથી સરેરાશ કપાસની આવકો કપાઇ હતી. પીઠાઓમાં આજે ફરી ઘટી 1.72 લાખ મણની આવકો નોંધાઇ હતી. સામે બીજી તરફ મહારાષ્ટ્રમાંથી થતી કપાસની આવકોનું પ્રમાણ પણ સિમિત હતું. કપાસિયાના ભાવ રૂ.840 થી ગગડી રૂ.800 સુધી પહોંચી ગયો હતો, જીનર્સોમાં ડીસ્પેરિટીની બૂમરાણ હતી, તો ખેડૂતો આ ભાવે વેચવાની જગ્યાયે વધુ ઊંચા ભાવ મળે ત્યારે વેચવું જોઇએ તેવું કહી રહ્યા છે.

આ પણ વાંચો:  માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવકો: ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો ગુજરાતની વિવિધ બજારના ભાવ

એકંદરે કપાસની બજાર દસેક રૂપિયા નરમ હતી. બ્રોકરોના કહેવા મુજબ છૂટાછવાયા જીન પહોંચ રૂ.1800ના ભાવે કામકાજ થઇ રહ્યા હતા.

આજે અગ્રણી માર્કેટ યાર્ડોમાં ફરી કપાસની આવકો ઓછી થઇ 1,72,700 (-29,100) મણ નોંધાઇ હતી. રાજકોટમાં 19,000 (-6,000), બોટાદમાં 32,000, હળવદમાં 26,000, અમરેલીમાં 8000, સાવરકુંડલામાં 5,000 (-500), જસદણમાં 15,000, ગોંડલમાં 11,000 (-4000), બાબરામાં 14,000 (-1,000), વાંકાનેરમાં 15,000 (+5000), મોરબીમાં 6,000 (-1,000), તળાજામાં 4,000 (+1,000), ગઢડામાં 6,000, રાજુલામાં 4,200 (-800), ઉનામાં 1,500 (-300) અને વીંછિયામાં 6,000 (-1,000) મણની આવકો નોંધાઇ હતી.

આ પણ વાંચો: PM કિસાન યોજનાનો લાભ લેવા માટે અરજી કરવામાં નિયમોમાં મોટો ફેરફાર! હવે આ ડોક્યુમેન્ટ જરૂરી

તા. 08/11/2022 મંગળવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17801855
અમરેલી12201818
સાવરકુંડલા16501807
જસદણ16801805
બોટાદ15961875
મહુવા16591755
ગોંડલ10011796
કાલાવડ17001834
જામજોધપુર16801811
જામનગર16001865
બાબરા17401825
જેતપુર12001808
વાંકાનેર15501827
મોરબી16901812
રાજુલા17001777
હળવદ16751800
વિસાવદર16851821
તળાજા15851790
બગસરા17001824
જુનાગઢ16501758
ઉપલેટા16501800
ધોરાજી16761791
વિછીયા17001782
ભેંસાણ17001812
ધારી14001790
લાલપુર16911822
ખંભાળીયા17001766
ધ્રોલ16501800
પાલીતાણા16001780
સાયલા17451800
હિંમતનગર15801795
તલોદ17001745
ડોળાસા16001810
ગઢડા16851820
ઢસા17311825