khissu

મગફળીમાં ધડાધડ ઉછાળો આવ્યો, 1931 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં (06/12/2022) મગફળીના ભાવ

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની આવકો ઘટવા લાગી છે, પરંતુ સામે ઘરાકી પણ નથી. સીંગદાણાના ભાવમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦ અને સીંગતેલમાં ઘરાકી ન હોવાથી ઊંચા ભાવથી ઓઈલ મિલોની મગફળીમાં ખાસ લેવાલી દેખાતી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યોછે. મગફળીનાં ભાવ ગોંડલમાં મણે રૂ.૧૦થી ૧૫ ઘટ્યાં હતાં. સારી ક્વોલિટીની મગફળીની આવક ઓછી છે, પરંતુ સામે ઊંચા ભાવથી કોઈ લેવાલ નથી.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં તેજીનો માહોલ યથાવત, જાણો આજનાં (05/12/2022) કપાસનાં બજાર ભાવ

મગફળીનાં વેપારીએ કહે છેકે મગફળીનાં ભાવ આગામી થોડા દિવસ નીચી સપાટી પર અથડાયા કરશે. હાલમાં વેચવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસમાં વેચવાલી ઘટવાની ધારણાં છે. મગફળીનો પાક એકદમ ઓછો છે, પંરતુ સામે બીજી તરફ તેલમાં ઘરાકી નથી અને ખાદ્યતેલની બજારો ઘટતી જાય છે પરિણામે પિલાણ ક્વોલિટીની મગફળીના ભાવ હજી નીચા આવી જાય તેવી ધારણાં છે. લગ્નગાળાની સિઝન પૂરી થયા બાદ મગફળીમાં ગામડે બેઠા ખેડૂતોની વેચવાલી ઉપર પણનજર છે.

આ પણ વાંચો: મગફળી અને કપાસના ભાવમાં જોરદાર વધારો: જાણો આજનાં (05/12/2022) બજાર ભાવ

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 05/12/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10601289
અમરેલી9001309
કોડીનાર11001230
સાવરકુંડલા11001315
જેતપુર9611331
પોરબંદર10751225
વિસાવદર8631301
મહુવા11281450
ગોંડલ8201306
કાલાવડ10501250
જુનાગઢ10001276
જામજોધપુર10001270
ભાવનગર11601270
માણાવદર13001301
તળાજા10521294
હળવદ11201350
જામનગર9001260
ભેસાણ9001264

ઝીણી (‌નવી) મગફળીના ભાવ

તા. 05/12/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10801255
અમરેલી9201228
કોડીનાર11401360
સાવરકુંડલા10251251
જસદણ10751310
મહુવા11221362
ગોંડલ9151341
કાલાવડ11501262
જુનાગઢ9001203
જામજોધપુર10001180
ઉપલેટા10501246
ધોરાજી9001221
વાંકાનેર9001364
જેતપુર9011286
તળાજા12801903
ભાવનગર11501931
રાજુલા10611191
મોરબી9001390
જામનગર10001815
બાબરા11321252
બોટાદ10001215
ધારી9001181
ખંભાળિયા9001278
પાલીતાણા11441201
લાલપુર10001250