સરકાર દ્વારા ઘણી વસ્તુઓના GST દરોમાં તાજેતરમાં કરાયેલા ફેરફાર બાદ તેની અસર આવતા સપ્તાહથી દેખાવાનું શરૂ થશે. સોમવારથી એટલે કે 18 જુલાઇથી તમારે ઘરની કેટલીક વસ્તુઓ, હોટલ અને બેંક સેવાઓ સહિત કેટલીક અન્ય વસ્તુઓ માટે વધુ ખર્ચ કરવો પડશે. ચંદીગઢમાં મળેલી GST કાઉન્સિલની 47મી બેઠકમાં દરો અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે પ્રિન્ટિંગ, લેખન કે ચિત્ર, એલઇડી લેમ્પ, લાઇટ અને ફિક્સર અને તેના મેટલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ માટે વપરાતી શાહી મોંઘી થવા જઈ રહી છે. પહેલા આ બધા પર 12 ટકાના દરે જીએસટી લાગતો હતો, પરંતુ 18 જુલાઈ પછી આ ટેક્સ 18 ટકા થઈ જશે. સોલાર વોટર હીટર અને સિસ્ટમ પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે.
જીએસટી દર
ચામડાની ચીજવસ્તુઓ અને ફૂટવેર બનાવવાના જોબ વર્ક પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. હવે રોડ, બ્રિજ, રેલવે, મેટ્રો, સ્મશાન ભૂમિનું કામ પણ મોંઘુ થશે. અત્યાર સુધી આવા કામો માટે જારી કરાયેલા વર્ક કોન્ટ્રાક્ટ પર 12 ટકાનો GST લાગુ થતો હતો, જે હવે વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. ટેટ્રા પેક પરનો દર 12 ટકાથી વધારીને 18 ટકા અને કટ અને પોલિશ્ડ હીરા પર 0.25 ટકાથી વધારીને 1.5 ટકા કરવામાં આવ્યો છે.
અહીં છે સંપૂર્ણ લિસ્ટ
- છાપકામ, લેખન અથવા ચિત્રકામ શાહી - 18%
- કટીંગ બ્લેડ સાથે છરીઓ, કાગળની છરીઓ, પેન્સિલ શાર્પનર અને બ્લેડ, ચમચી, કાંટા, સ્કિમર, કેક-સર્વર -18%
- ઈલેક્ટ્રીકથી ચાલતા પંપ (મુખ્યત્વે પાણી કાઢવા માટે વપરાતા), ડીપ ટ્યુબવેલ ટર્બાઈન પંપ, સબમર્સિબલ પંપ, સાયકલ પંપ -18%
- અનાજની સફાઈ, કઠોળનું વર્ગીકરણ અથવા ગ્રેડિંગ, બીજના ઉપયોગ માટે મશીનો, મિલિંગ ઉદ્યોગ અથવા અનાજ પ્રક્રિયા માટે મશીનરી, પવન ચક્કી એટલે કે એર બેસ્ડ લોટ ચક્કી, વેટ ગ્રાઇન્ડર -18%
- ઇંડા, ફળ અથવા અન્ય કૃષિ ઉત્પાદનો અને તેની સફાઈ, વર્ગીકરણ અથવા ગ્રેડિંગ માટે વપરાતા મશીનો, મિલ્કિંગ મશીનો અને ડેરી મશીનરી -18%
- એલઇડી લેમ્પ, લાઇટ અને ફિક્સર, તેમના મેટલ સર્કિટ બોર્ડ -18%
- માર્કિંગ અથવા ડ્રોઇંગ સાધનો -18%
- સોલાર વોટર હીટર અને સિસ્ટમ્સ -12%
- ફિનિશ્ડ લેધર / કેમોઈસ લેધર / કમ્પોઝિશન લેધર - 12%
- ચેક(Cheques), છુટા અથવા બુકના રૂપમાં - 18%
- નકશા અને અન્ય હાઇડ્રોગ્રાફિક અથવા સમાન ચાર્ટ્સ, એટલાસ, દિવાલ નકશા, ટોપોગ્રાફિકલ પ્લાન અને ગ્લોબ્સ, પ્રિન્ટેડ નકશા - 12%
- 1,000 રૂપિયા સુધીની ફીસ વાળી હોટેલમાં રોકાવું -12%
- હોસ્પિટલના રૂમનું ભાડું (ICU સિવાય) જો તે રૂ. 5,000 થી વધુ હોય તો તેના પર - 5% (આવક વેરા ક્રેડિટના લાભ વિના)
- રસ્તાઓ, પુલો, રેલ્વે, મેટ્રો, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાનગૃહ માટે કામ હાથ ધરવું - 18%