khissu

ગુજરાત વરસાદ આગાહી: જાણીતા આગાહી કાર ભગવાનભાઈ સુરાણીની આગાહી, જાણો અહીં

ચોમાસાને લઈને આગાહી કરતાં ભગવાનભાઈ સુરણીએ કહ્યું હતું કે  આ વર્ષના ચોમાસા માટે ભડલી વાક્યો, વનસ્પતિ, પ્રાણી પક્ષીઓનું વર્તન, હોળીના પવનના આધારે આગામી વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરવામાં આવતી હોય છે. તેને જે આગાહી કરી છે એ નીચે મુજબ છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી... 40 ઇંચ વરસાદ સાથે વરસાદની આગાહી

જૂન મહિનાની 7,8,9 તારીખમાં સામાન્ય વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થશે.
13 તારીખથી લઈને 18 તારીખ સુધીમાં વાવણી થાય એવો વરસાદ પડી શકે છે.
20 તારીખથી લઈને 22 તારીખ સુધી સામાન્ય વરસાદ થાય તેવી શક્યતાઓ છે.
24 તારીખથી 27 તારીખ સુધી સામાન્ય વરસાદ પડવાની આગાહી ભગવાનભાઈ સુરાણીએ કરી છે.

જુલાઈ મહિનામાં વરસાદને લઈને આગાહી કરી છે કે 7 તારીખથી લઈને  17 તારીખ સુધી સામાન્ય વરસાદ થશે.
18 તારીખ થી લઈને 21 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે. 
22 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલ દ્વારા ફરી નવી નકોર 8 આગાહી; વાવણી લાયક વરસાદ? વર્ષોથી સાચી પડતી આગાહી શું કહે છે આ વર્ષે?

ઓગસ્ટ મહિનાને લઈને ભગવાનભાઈ સુરાણીએ આગાહી કરી છે 5 તારીખથી લાઇન 9 તારીખ સુધીમાં અતિથિ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
21 થી લઈને 23 તારીખ સુધીમાં સારા વરસાદની સંભાવના છે.
જ્યારે 29 થી 31 તારીખ સુધીમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

સપ્ટેમ્બર મહિનામાં આગાહી કરતાં ભગવાનભાઈ સુરાણીએ કહ્યું હતું કે 5 અને 6 તારીખમાં સામાન્ય વરસાદ થશે.
10 અને 20 તારીખમાં જોરદાર વરસાદ પડશે.
21 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં સામાન્ય વરસાદ થશે તેવી આગાહી જાણીતા આગહિકાર ભગવાનભાઈ સુરાણીએ કરી છે.

આ પણ વાંચો: રામજીભાઇ કચ્છીની આગાહી: રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ ? મીની વાવાઝોડા જેવો પવન

ઑક્ટોબર મહિનાને લઈને આગાહી કરવામાં આવી છે કે 1 તારીખથી લઈને 6 તારીખ સુધીમાં જોરદાર વરસાદ થશે.

તારણો: ચોમાસુ 12 થી 14 આની રહેવાની શક્યતા છે. પ્રમાણમાં સામાન્ય ચોમાસાનો અંદાજ છે. દુષ્કાળની સંભાવના નથી. વાવણી નિયત સમયે 13 થી 18 જૂન વચ્ચે પ્રથમ વાવણી, જો કોઈ વિસ્તાર બાકી રહે છે તો તે વિસ્તારમાં 18 થી 21 જુલાઈ બીજી વાવણી ની શક્યતા છે.

જૂન, જુલાઈ માસમાં પ્રમાણમાં સારા વરસાદની સંભાવના, ઓકટોબરમાં વરસાદ નબળો રહી શકે છે. કુલ વરસાદના દિવસોમાં 60 થી 65 રહેવાની સંભાવનાઓ છે. કુલ 25 થી 35 ઇંચ વરસાદ થઈ શકે છે. 6 ઓકટોબર બાદ ચોમાસું વિદાય લેશે. ચોમાસાની શરૂઆત કરતા પાછળના વરસાદમાં ઘટ રહેવા સંભવ છે. વરસાદની દર્શાવેલ તારીખોમાં બે ત્રણ દિવસનો આગળ પાછળનો તફાવત આવી શકે છે એટલે કે તે પ્રમાણે ગણતરી કરીને ચાલવું.

નોંધનિય છે કે આ પહેલા રમણીકભાઇ વામજા, અંબાલાલ પટેલ, રામજીભાઇ કચ્છી તેમજ અશોક ભાઈ પટેલ ચોમાસાને લઈને આગાહી કરી ચૂક્યા છે.