khissu

ગુજરાત વરસાદ આગાહી: આજે ચોમાસુ બેસી ગયું... ગુજરાતમાં વરસાદ ક્યારે ?

નમસ્કાર ગુજરાત: ચોમાસુ બેસવાની લઈને સૌથી મોટા સમાચાર આજે મળી રહ્યા છે. ચોમાસુ ત્રણ દીવસ વહેલા એટલે કે આજથી બેસી ગયું છે. ચોમાસુ ક્યાં પહોંચ્યું છે ? તેમજ ગુજરાતમાં પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. તેના વિશે જાણીશું

આ પણ વાંચો: ખેડૂતોમાં આંનદો/આજે ચોમાસું બેસ્યુ; નક્ષત્ર-વાવણીને લઈને ગુજરાત માટે 5 મોટી આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે આજથી કેરળમાં ચોમાસુ બેસી ગયું છે. જો કે અનુમાન મુજબ સામાન્ય તારીખ કરતા ત્રણ દિવસ વહેલા ચોમાસુ કેરલમાં પહોંચી ગયું છે.

ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે: ગુજરાતમાં 13 થી 17 જૂનની વચ્ચે ચોમાસુ બેસી શકે છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્રારા ગુજરાતના વિસ્તારોમાં વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત વરસાદ આગાહી: જાણીતા આગાહી કાર ભગવાનભાઈ સુરાણીની આગાહી, જાણો અહીં

ગુજરાતમાં ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, પ્રિ મોન્સુન એક્ટિવિટી નાં કારણે વાતાવરણમાં પલટો આવશે. લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ બફારો યથાવત રહેશે. હવામાન વિભાગે માછીમારોને ભારે પવનના કારણે દરિયો ન ખેડવા માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેવી પણ આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે. એ સિવાય જાણીતા આગાહી કાર અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઇને આગાહી કરી છે કે 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ 15 જૂનથી ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી જશે. જ્યારે 3 જુલાઈના રોજ રાજ્યના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. 
- આભાર