Heavy Rain in Gujarat: અંબાલાલ પટેલે વરસાદને લઈ નવી આગાહી કરી છે અને તેઓએ અનુમાન કરતા જણાવ્યુ કે, 20, 21 તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. આજે 20 તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યા રહેશે. જેમાં ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમકે, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ થવાની શક્યતા રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસોથી મેઘરાજા તૂટી પડ્યાં છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા પૂર્ણ થયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મંગળવારે બપોરે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.
આ સાથે જ હવામાન વિભાગે આજે કચ્છ, જામનગર, દ્રરકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જે બાદ આવનારા દિવસોમાં વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે. વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16,360થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 8 જિલ્લાના 1079 લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે.