નમસ્કાર ખેડૂત ભાઈઓ! કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રવિવારે મોસમનો પ્રથમ વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસું સમય કરતાં ચાર દિવસ પહેલાં 27 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ ગલ્ફ સુધી પહોંચવાની સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાત/ સામાન્ય વાવણીની તારીખો લખી લો; વાવાઝોડું આવશે? હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું?
આ પણ વાંચો: આજે ચોમાસું બેસી જશે, ગુજરાતમાં ક્યારે? અંબાલાલ પટેલ દ્વારા 6 આગાહી
કાળાભાઈ ભારભાઈની આગાહી: રાજ્યના હવામાન નિષ્ણાત કાળાભાઈ ભૂરાભાઈએ કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતીયા ગામના કાળાભાઈ ભૂરાભાઈ આહીરે વરસાદને લઈને આગાહી કરી છે.
આપને જણાવી દઇએ કે તેઓ દર વર્ષે ચોમાસામાં વરસાદની આગાહીઓ કરે છે અને તેમને 40 વર્ષનો મોટો અનુભવ છે. આગાહીની વાત કરવામાં આવે તો એ પહેલા એક વાતની નોંધ આપણે લઈએ કે 2012ની અંદર સરકારે દુષ્કાળ જાહેર કર્યો હતો છતાં કાળુભાઈ એવી આગાહી કરી હતી કે કોઈપણ મિત્રો તેમના ઢોર ને છોડતા નહિ કેમ કે વરસાદ ઘણો થશે જે તેમની આગાહી સાચી પડી હતી.
આ પણ વાંચો: ચોમાસું 2022નાં નક્ષત્રો: જાણો આ વર્ષે ક્યાં નક્ષત્રમાં ભુક્કા બોલાવે તેવો વરસાદ? વાવણી કેવી? શું છે અનુમાન?
કાળાભાઈ આગાહી કરી છે કે જેઠ મહિનાના પહેલા પખવાડિયાથી એટલે કે 2 જૂનથી 15 જૂન સુધીમાં મુશળધાર વરસાદ પડી શકે છે અને જેઠ મહિનાના છેલ્લા પખવાડિયામાં 17 જૂનથી 30 જૂન સુધી પણ ભારે વરસાદ પડી શકે છે. અષાઢ મહિનાના પહેલા પખવાડિયામાં એટલેકે તારીખ 8 જુલાઈ થી 12 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડે તેવું તેમને જણાવ્યું છે.
અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ શરૂ: અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તેમજ સામાન્ય કરતા એક અઠવાડિયા પહેલાં અંદામાન નિકોબારમાં હલચલ થઈ હોવાથી કેરલમાં વહેલું ચોમાસુ શરૂ થઈ શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે કેરલમાં 1 જૂનથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. ત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી શરૂ થતું હોય છે. ત્યારે આ વખતે ચોમાસુ વહેલું શરૂ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
આ પણ વાંચો: ચોમાસાના ઈતિહાસમાં નવા એંધાણ: ટિટોડીનાં ૬ ઈંડાંએ આપ્યાં નવાં ચોંકાવનારા સંકેતો, જાણી લો