khissu

અડધી વાવણી વચ્ચે આવ્યા માઠા સમાચાર, આટલા દિવસ નહીં પડે વરસાદ; જાણો?

અરબી સમુદ્રમાં સર્જાયેલી UACને કારણે છેલ્લા 48 કલાકથી ગુજરાતમાં છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. 13 જૂનના રોજ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસુ બેસવાની પણ જાહેર કરી દીધું છે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રના વેરાવળ-દીવ વિસ્તારોમાં ચોમાસું બેસવાનું જાહેર થઇ ચૂકયું છે. ચોમાસુ બેસવાની સાથે જ વેધર મોડેલો મુજબ ખેડૂતો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. જે મુજબ આવનાર ચારથી પાંચ દિવસ સુધી વરસાદનું પ્રમાણ અમુક જીલ્લામાં નહિવત અથવા તો ઓછું જોવા મળશે.

કઈ તારીખથી વરસાદ જોર ઘટશે? 
ખેડૂત મિત્રો આપ સૌ જાણો છો કે અરબી સમુદ્રની નબળી UAC  સિસ્ટમ ગુજરાત પર આવવાને કારણે ગુજરાતમાં 12 તારીખથી લઇને 14 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ હવે આવતીકાલથી વરસાદનું પ્રમાણ ઘટતું જશે. 14 તારીખ વરસાદનું જોર ધીમેધીમે ઘટતું જશે. ત્યાર બાદ 15,16, 17 અને 18 તારીખ સુધી ઓછો વરસાદ પડશે. 19 તારીખ થી ફરી ધીમે ધીમે વધારો મોડેલો જણાવી રહ્યા છે.

ગુજરાતના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના અમુક જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે મોટા ભાગના એવા વિસ્તારો છે કે જેમાં અડધી વાવણી થઇ છે. ત્યારે આવનાર ચારથી પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ ઓછું જોવા મળશે. જેમને કારણે ઘણા બધા ભાગોમાં વાવણીલાયક વરસાદ ની શક્યતા ઓછી નોંધાશે. જોકે કુદરતી પરિબળો મુજબ આગાહીમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે.

ખેડૂતને ખાસ માહિતી: ગુજરાત ના જે વિસ્તારમાં અધકચરી વાવણી થાય ત્યાં વાવેતર ન કરવાની સલાહ આપવામાં આવે છે. કેમ કે હાલમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થયો છે જેમને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો સમય આવ્યો છે. જ્યાં કપાસનું વાવેતર થયું છે ત્યાં જમીન વાહરી જાય છે અને ઉપરથી તડકો પડે છે જેમને કારણે વાવેતર ફેલ જાય છે. માટે ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે વાવણીલાયક સારો વરસાદ થાય ત્યાર પછી જ વાવેતર કરવું.