khissu

બંગાળની ખાડી ગુજરાત માટે લાવી હરખની હેલી; જાણો ક્યારથી ભુક્કા બોલાવશે?

નમસ્કાર ખેડૂત મિત્રો, અષાઢી બીજના શુભ આરંભ સાથે જ ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. જોકે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. ગત રાત્રિના આઠથી સવારના આઠ સુધીમાં વરાછામાં 12 ઇંચ, કતાર ગામમાં 7.5 ઇંચ, રાંદેર ઉધના લિબાયતમાં 6 ઇંચ અને અઠવામાં 5 ઇંચ ભારે વરસાદ પડ્યો હતો. જોકે આજે વહેલી સવારથી જ હજી ઘણાં વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. જોકે અગાઉ જણાવ્યા મુજબ આજથી વરસાદની માત્રા અને વિસ્તારોમાં ઉતરોતર વધારો થતો જશે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પ્રબળ:
અગાઉ આગાહીમાં જણાવ્યું હતું તેમ આવનારા દિવસોમાં હવે બંગાળની ખાડી ખૂબ જ મજબૂત બની રહે છે, જ્યારે ગુજરાત નજીક આવેલ અરબી સમુદ્ર પણ ધીમે ધીમે મજબૂત મોડમાં આવી રહી છે. આજથી બે દિવસ (1-2 જુલાઈ) સુધી ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ ત્રણ અને ચાર તારીખે વરસાદ જોર થોડું ઓછું રહેશે અને ત્યાર બાદ ફરી 5 તારીખથી વરસાદ જોર વધશે અને 10 જુલાઈ સુધીમાં ઘણા જીલ્લામાં સારો વાવણી લાયક વરસાદ પડી જશે તેવું હાલ weather મોડેલ જણાવી રહ્યા છે. જોકે મોડલ મુજબ બંગાળની ખાડીમાં ચાર પાંચ તારીખ આજુબાજુ એક UAC બનશે. જેમની અસર પણ ગુજરાત સુધી જોવા મળશે. એટલે જુલાઈ મહિનામાં ભરપૂર વરસાદ જણાઈ રહ્યો છે.

અષાઢી બીજ અને ભડલી વાક્ય દ્વારા બન્યાં અનોખા સંજોગ, અતિભારે વરસાદ આગાહી; જાણો ક્યાં?

15 જુલાઈ સુધી સારા વરસાદ સંજોગ:
હવામાન વિભાગે આજની પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આગાહી કરી છે. સાથે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવશે. જ્યારે other countries ના સેટેલાઈટ wether મોડેલ મુજબ સંપૂર્ણ ભારત સહિત ગુજરાતમાં ભરપૂર વરસાદનાં ઉજળા સંજોગો ઉભા થઈ રહ્યા છે.

આજે રાત્રે અને આવતી કાલે ક્યાં-ક્યાં જીલ્લામાં જોરદાર વરસાદ?