Top Stories
ચોમાસાના વિદાય સમયે શરૂ થતું તોફાની હસ્ત (હાથી) નક્ષત્ર/ ગાફેલમાં ન રહેતા, જાણો શું છે લોકવાયકા અને વરસાદના સંજોગો

ચોમાસાના વિદાય સમયે શરૂ થતું તોફાની હસ્ત (હાથી) નક્ષત્ર/ ગાફેલમાં ન રહેતા, જાણો શું છે લોકવાયકા અને વરસાદના સંજોગો

રાજ્યમાં 27 સપ્ટેમ્બર 2023 ના રોજ હસ્ત નક્ષત્રની શરૂઆત થશે. હસ્ત નક્ષત્રને ગામડાના લોકો હાથીઆ નક્ષત્ર તરીકે પણ ઓળખે છે. સૂર્યનારાયણ ભગવાનનું હસ્ત નક્ષત્રમાં 10 ઓક્ટોબર 2023 સુધી પરિભ્રમણ રહેશે. એટલે કે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રાજ્યમાં હસ્ત નક્ષત્ર રહેશે. હાથીડા નક્ષત્રનું વાહન દેડકાનું છે.

હસ્ત એટલે કે હાથીડા નક્ષત્ર વિશે પ્રખ્યાત લોકવાયકા શું છે?

"જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથીયો"
" હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર" 

એટલે હાથીયા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે હાથીયા નક્ષત્રમાં સારો વરસાદ પડે તો કુવા-બોરમાં અને તળાવમાં પાણી ભરાઈ જતા હોય છે જેમને કારણે એ પાણીથી આખું વર્ષ પિયત માટે ઉપયોગમાં લઇ શકાતું હોય છે એટલે આખું વર્ષ પિયત ને કારણે પાર થતું હોય છે.

હસ્ત નક્ષત્રમાં વરસાદના સંજોગો?
સામાન્ય રીતે હસ્ત નક્ષત્રમાં વરસાદી માહોલ બપોર પછી બંધાતો હોય છે. બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એક્ટિવિટી અલગ અલગ વિસ્તારોમાં શરૂ થતી હોય છે. એટલે કે હાથી નક્ષત્રમાં કડાકા ભડાકા અને ગાંજવીજ વાળો વરસાદ જોવા મળતો હોય છે. સાંજના સમયે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. જે વિસ્તારોમાં કડાકા ભડાકા વધારે થાય ત્યાં વધારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી હોય છે.

હસ્ત નક્ષત્ર શરૂ થતાની સાથે જ ચોમાસા વિદાયની શરૂઆત થતી હોય છે. જેમને કારણે બંગાળના ઉપસાગરો અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાના કિસ્સાઓ બનતા હોય છે. કેમ કે દેશમાં હવાનું હળવું દબાણ અને ગરમીને કારણે વાવાઝોડા આવતા હોય છે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતના મહિનામાં અને ચોમાસુ પૂર્ણ થતું હોય ત્યારે વાવાઝોડા સર્જાતા હોય છે. એટલે કે હાથી નક્ષત્રમાં વાવાઝોડા બનવાની પણ સંભાવના રહેલી હોય છે.

આ પણ વાંચો:- ક્યારે અને ક્યાં ત્રાટકશે વાવાઝોડું? સમય-તારીખ-રૂટ... અંબાલાલ પટેલે વાવાઝોડાની દરેક બાબત પર ખુલીને આગાહી કરી

આ પણ વાંચો:- ચોમાસું વિદાય સમયે અશોક ભાઈ પટેલની 5 મોટી આગાહી આવી, શું હવે વરસાદ આવશે?

શું હસ્ત નક્ષત્રમાં વરસાદ પડે એ ફાયદાકારક ગણાય કે નુકસાનકારક?
જો હસ્ત નક્ષત્રમાં વરસાદ પડે એ ક્યારેક ફાયદાકારક પણ ગણવામાં આવે છે અને ક્યારેક નુકસાનકારક પણ ગણવામાં આવે છે.  જેમકે ક્યારેક છેલ્લે છેલ્લે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકતા પાકો હોય છે એમને નુકસાન થતું હોય છે. તો ક્યારેક જે વર્ષે શરૂઆતમાં ઓછો વરસાદ થયો હોય તો એ વર્ષે પાછળથી ભારે વરસાદ પડતા પિયત માટે પાણીનો સંગ્રહ તે વર્ષે કરી શકાય તે માટે આ નક્ષત્રમાં વરસાદ સારો ગણવામાં આવે છે. આમ પાકતા પાકો માટે નુકસાનકારક અને ઓછા પાણીની અછતમાં પાણીના સંગ્રહ માટે ફાયદાકારક વરસાદ ગણવામાં આવે છે.

હાથી નક્ષત્રમાં વરસાદના યોગ પ્રમાણે કહેવત શું કહે છે?
કહેવાઈ છે કે, હાથી ત્રણ પગ (3 દિવસ) ઊંચા કરી લે પછી વાંધો ના આવે એટલે કે ભારે વરસાદ નાં જોવા મળે. પરંતુ ઘણી વાર છેલ્લે છેલ્લે વરસાદ પડે ત્યારે એવું કહેવામાં આવતું હોય છે કે, હાથી પુછડી ફેરવતો ગયો. મતલબ ઘણી વખત છેલ્લે ભારે વરસાદ પડી જતો હોય છે. હાથિયા નક્ષત્રમાં તીવ્ર કડાકા-ભડાકા સાથે વરસાદ પડતો હોય છે.

આ પણ વાંચો: આ વર્ષે નવરાત્રિમાં વરસાદ તો આવશે જ, પરંતુ કેટલા દિવસ આવશે એને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી