ગુજરાત રાજ્યમાં આજથી હાથી નક્ષત્રની શરૂઆત થશે. આજે એટલે કે 27 તારીખથી લઈને 10 ઓક્ટોબર સુધી હાથી નક્ષત્ર ચાલશે. હાથી નક્ષત્રનું વાહન દેડકાનું છે.
સામાન્ય રીતે હાથી નક્ષત્રમાં વરસાદ બપોરે પછીના સમયગાળામાં કડાકા ભડાકા સાથે પડતો હોય છે. એવું કહેવાય છે કે હાથી નક્ષત્ર ના શરૂઆતના ત્રણ દિવસ વરસાદ ન પડે અને પછી વરસાદ પડતો ન હોય એટલે કે હાથી ત્રણ પગ ઉચા કરી લે પછી વાંધો ન આવે. પરંતુ ઘણી વખત છેલ્લે છેલ્લે પણ નક્ષત્રમાં વરસાદ પડી જતો હોય ત્યારે એવું કહેવાય છે કે હાથીડો છેલ્લે છેલ્લે પૂંછડી ફેરવતો ગ્યો એટલે કે છેલ્લે ઘણી વખત ભારે વરસાદ પડી જતો હોય.
હવે હાથીડા નક્ષત્ર વિશે પ્રખ્યાત લોકવાયકા શું છે એ પણ જાણી લઈએ?
"જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથીયો"
" હાથિયો વરસે હાર, તો આખું વરસ પાર"
એટલે હાથીયા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે હાથીયા નક્ષત્રમાં સારો વરસાદ પડે તો કુવા-બોરમાં અને તળાવમાં પાણી ભરાઈ જતા હોય છે જેમને કારણે એ પાણીથી આખું વર્ષ પિયત માટે ઉપયોગમાં લઇ શકાતું હોય છે એટલે આખું વર્ષ પિયતને કારણે પાર થતું હોય છે.
હાથી નક્ષત્ર વિષે વધારે માહિતી માટે અહી ક્લિક કરો:- ચોમાસાના વિદાય સમયે શરૂ થતું તોફાની હસ્ત (હાથી) નક્ષત્ર/ ગાફેલમાં ન રહેતા, જાણો શું છે લોકવાયકા અને વરસાદના સંજોગો