શું તમે જોઈ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી: 1 કિલોનો ભાવ 1 લાખ રૂપિયા, જાણો શા માટે આ શાકભાજી ખાસ

શું તમે જોઈ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી: 1 કિલોનો ભાવ 1 લાખ રૂપિયા, જાણો શા માટે આ શાકભાજી ખાસ

આપણે લોકો ઘણીવાર શાકભાજી મોંઘી હોવાને કારણે ફરિયાદ કરતા હોઈએ છીએ. શાકભાજી ના ભાવ ઉપર નીચે થતા રહે છે પણ તમે વધુમાં વધુ કેટલી મોંઘી શાકભાજી ખરીદી હશે? આજ તમને એવી શાકભાજી વિશે જણાવશું કે જેનો 1 કિલોનો ભાવ એક લાખ રૂપિયા છે. જે બિહારના એક ખેડૂતે પોતાની જમીનમાં અજમાવી છે. આ શાકભાજી નો જેટલો ભાવ છે એટલા જ તેના ગુણ પણ છે. આ શાકભાજીના સમાચાર સોશીયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
 

બિહાર ના ઔરંગાબાદ માં રહેનાર 38 વર્ષના અમરેશ સિંહે તેના 5 વિઘાના ખેતરમાં હોપ શૂટસની ખેતી કરી છે. તેને લગભગ બે મહિના પહેલા હોપ શૂટસનો છોડ રોપ્યો હતો, જેમાં ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે. અમરેશ સિંહને વિશ્વાસ છે કે હોપ શૂટસની ખેતીથી બિહારમાં બદલાવ આવશે.
 

દેખાવમાં આ શાકભાજી એક ઘાંસ જેવી દેખાય છે, પરંતુ તેને  ઘણા ઉપયોગમાં લેવાય છે. આ શાકભાજી ના ફૂલોનો વધુ ઉપયોગ બિયરની અંદર ઉમેરવામાં થાય છે. તેની સિવાય ઔષધીય દવા બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. હોપ શૂટસ ની શોધ 11 મી સદીમાં કરવામાં આવી હતી. પહેલા તેનો ઉપયોગ ઔષધીય વનસ્પતિ તરીકે થતો હતો પછી તેનો ઉપયોગ શાકભાજીમાં પણ થવા લાગ્યો. હોપ શૂટસની ખેતી ઘણા દેશોમાં થાય છે જેમાં યુરોપિયન દેશો જેવા કે  બ્રિટેન, જર્મની વગેરે દેશોનો સમાવેશ થાય છે. હોપ શૂટસની ખેતી પહેલા હિમાચલ પ્રદેશમાં પણ થઈ હતી પરંતુ તેનો ભાવ ખૂબ વધુ હોવાથી વધુ ના ચાલી.

હોપ શૂટસના ફાયદા શું શું છે?
 

એવું કહેવામાં આવે છે કે હોપ શૂટસમાં હ્યુમલોન અને લ્યુપુલોન નામના એન્ટિબાયોટિક એસિડ રહેલા છે. જે શરીરમાં રહેલા કેન્સરના કોષોને નષ્ટ કરવામાં કારગર છે. આ શાકભાજી થી પાચનતંત્ર પણ વ્યવસ્થિત રહે છે. 
 

હોપ શૂટસ શાકભાજી નો પહેલા ઓર્ડર આપવો પડશે, ત્યારબાદ જ મળશે. 
ઇન્ટરનેશનલ માર્કેટમાં 6 વર્ષ પહેલાં આ શાકભાજી 1 કિલો માં વહેંચાય હતી જેનો ભાવ 1 લાખ રૂપિયા હતો. આ શાકભાજી ભારતીય માર્કેટ માં ખુબ જ ઓછી જોવા મળે છે. જો તમારે આ શાકભાજી ખરીદવી છે તો તમારે ઓર્ડર આપવો પડે છે પછી જ તેને ખરીદી શકો છો.
ભારત દેશમાં ખેડૂતો કૃષિમાં આધુનિકતા લાવવા માટે  ઘણા બધા જોખમો ઉઠાવી રહ્યો છે. પહેલા એક આવો જ કિસ્સો ગુજરાતમાં પણ જોવા મળ્યો. જેમાં વિસાવદર તાલુકામાં કેસરને ઉગાડવાનો પ્રયત્નો થઇ રહ્યા છે, તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સફળતા મળી છે.