હવામાન ખાતા દ્વારા તા.11 થી 12 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ)ની આગાહી કરવામાં આવી છે.
11 તારીખે સુરત, ડાંગ, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે અમરેલી ભાવનગર સુરત તાપીમાં ઓરેન્જ એલર્ટ.
આગળનાં 4 દિવસ સાવધાન: હવામાન વિભાગે પણ આપી ચેતવાની, અતિ ભારે વરસાદ આગાહી; જાણો જિલ્લા લિસ્ટ
12 તારીખે નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, તાપી, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ
13 જુલાઈનાં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે રાજકોટ, અમરેલી, બોટાદ, ભરૂચ, તાપી જિલ્લાના ઓરેન્જ એલર્ટ
14 તારીખે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જ્યારે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય બનતાં ભારે થી અતિભારે વરસાદ આગાહી કરાવવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જોકે wether મોડેલ મુજબ 13 જુલાઈની આસપાસ કચ્છ લાગુ મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન છવાશે જેની અસરથી 13 અને 14 જુલાઈએ ભારે વરસાદના સંયોગ બનશે.
આગામી ત્રણ દિવસ ગુજરાત માથે સંકટ: જાણો કયા બનશે મજબૂત સિસ્ટમ?