khissu

આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, રેડ અને ઓરેંજ એલર્ટ જાહેર

 ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 17 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો: SBI ના ગ્રાહકોની થશે ચાંદી! બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં કર્યો વધારો

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે.

17મી ઓગસ્ટ: આ દિવસે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: PM Kisan ના લાભાર્થીઓ માટે સારા સમાચાર, હવે ટૂંક જ સમયમાં મળશે 12મા હપ્તાના પૈસા

રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે.