આવતીકાલે (2 જુલાઈનાં રોજ) પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ લાગુ અરબ સાગરમાં જમીન સપાટીથી 3.1 કિલોમીટર ઉપર સર્ક્યુલેશન છવાશે. જેને અનુસંધાને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં વરસાદના વિસ્તારોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળશે. જોકે છેલ્લા 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ પણ પડ્યો છે.
આજે રાત્રે/સાંજના દક્ષિણ ગુજરાતમાં-પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે જ્યારે રાત્રે મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં સાંજે તો બાકીનાં વિસ્તારોમાં મોડી રાત/સવાર પહેલાં શરૂઆત થઈ જશે.
અષાઢી બીજ અને ભડલી વાક્ય દ્વારા બન્યાં અનોખા સંજોગ, અતિભારે વરસાદ આગાહી; જાણો ક્યાં?
Wether મોડેલ મુજબ ચાર્ટ ખૂબજ સારા છે એટલે બધાનો વારો આવશે. હવે 10 જુલાઈ સુધી વરસાદ ચાલુ જ રહેશે. આગોતરા અનુમાન મુજબ 6 જુલાઈ આજુબાજુ બેક ટુ બેક સિસ્ટમ બનશે જેમણે કારણે ગુજરાતમાં સારો વરસાદ પડશે.
સિસ્ટમ ઉપર સિસ્ટમ બનશે; 8 જુલાઈ સુધીમાં શું છે અશોક પટેલની આગાહી?