સિસ્ટમ ઉપર સિસ્ટમ બનશે; 8 જુલાઈ સુધીમાં શું છે અશોક પટેલની આગાહી?

સિસ્ટમ ઉપર સિસ્ટમ બનશે; 8 જુલાઈ સુધીમાં શું છે અશોક પટેલની આગાહી?

અશોક પટેલે વરસાદી માહોલ સર્જાતા  ફરીથી 8 જુલાઈ સુધીની આગાહી કરી છે. જેમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ સર્જાતા સંતોષકારક વરસાદ આવશે તેવું જણાવ્યું છે. 

1) આઠ જુલાઈ સુધીમાં રાજ્યના 75% વિસ્તારોમાં વરસાદના બે રાઉન્ડ આવશે.

2) ભારતના પંજાબ અને હરિયાણામાં આજે ચોમાસુ બેસી જશે. સાથે સમગ્ર દેશમાં ચોમાસુ બેસી જશે. 

અષાઢી બીજ અને ભડલી વાક્ય દ્વારા બન્યાં અનોખા સંજોગ, અતિભારે વરસાદ આગાહી; જાણો ક્યાં?

3) મધ્ય પશ્ચિમ અરબી સમુદ્રમાં 3.1 થી 5.8 km ના લેવલે એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છે. જેમનો ટ્રફ રાજસ્થાનથી લઈને ગુજરાત ઉપરથી પસાર થશે. જ્યારે બીજો એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે. જેમણે કારણે આઠ તારીખ સુધી વરસાદી માહોલ સર્જાશે.

4) ચોમાસુની ધરી ઉત્તર રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી ટ્રફ રેખા હોય છે, જે હાલમાં નોર્મલથી થોડીક પંજાબ તરફ છે. આગાહીના દિવસોમાં આ ટ્રફ અથવા તો ચોમાસુ ધરી નોર્મલ થઈ જશે અને અમુક દિવસે દક્ષિણ તરફ એટલે કે ગુજરાત તરફ આવશે જેમને કારણે વરસાદની શક્યતા છે. 

5) બંગાળની ખાડી બાજુના અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આ ટ્રફ ઉપરથી પસાર થશે જેમને કારણે સારા વરસાદની શક્યતા છે. 

6) આવનાર દિવસોમાં મુંબઈથી ઉત્તરે ઇષ્ટ વેસ્ટ સી.આર ઝોન 3.1 km ના લેવલે થી પસાર થશે ત્યારે ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો ગુજરાત તરફ આવી જશે. 

7) ગઈકાલે ગુજરાતના 118 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં 77 તાલુકામાં 10 એમએમ થી વધારે વરસાદ નોંધાયો છે.

બંગાળની ખાડી ગુજરાત માટે લાવી હરખની હેલી; જાણો ક્યારથી ભુક્કા બોલાવશે?

આજે રાત્રે અને આવતી કાલે ક્યાં-ક્યાં જીલ્લામાં જોરદાર વરસાદ?