સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે ભારે પવન સાથે મુશળધાર વરસાદ ની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ તારીખે ભારે પવન સાથે મુશળધાર વરસાદ ની આગાહી

આગાહી: મોડેલો મુજબ અરબી સમુદ્ર માં મહારાષ્ટ્ર ગોવા કીનારા નજીક uac. બનીને ઉત્તર તરફ આગળ વધે તો ગુજરાત માં પ્રિમોન્સુન એક્ટિવિટી જોર પકડે એવો અંદાજ હતો.

પણ uac દરિયા માં બનવા કરતા જમીની ભાગ પર બન્યુbઅને ઉત્તર તરફ ગતિ ધીમી રહી એટલે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટીવીટી ધારણા કરતાં ઓછી જોવા મળી.

છતા છેલ્લા બે ત્રણ દિવસ થયા છૂટો છવાયા પ્રિમોન્સુન વરસાદ દક્ષિણ ગુજરાત લાગું મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્ર ના ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો. 

હવે આગાહી સમય માં જોઈએ તો સમગ્ર આગાહી સમય સુધી રાજ્ય માં છુટા છવાયા વિસ્તાર માં અમુક દિવસ ઓછું તો અમુક દિવસ વધુ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા કે મધ્યમ વરસાદ અને એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ પ્રીમોન્સુન રૂપે ચાલુ રહેશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

તાપમાન જોઈયે તો હાલ મહત્તમ તાપમાન રાજ્ય માં સેન્ટર પ્રમાણે 40 કે 41ડિગ્રી આજુબાજુ નોર્મલ ગણાય જે હવે ક્રમશ જેમ દિવસો જશે તેમ ધીમે ધીમે નોર્મલ નીચુ આવતુ જતુ હોય છે.

આગાહી સમય માં જોઈયે તો મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી કે અમુક દિવસ કોઈક સેન્ટર માં 43 ડિગ્રી જોવા મળશે. પવનો જોઈયે તો હાલ પવનો મોટા ભાગે પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ ના જોવા મળશે.

તેમજ પવન ની ગતી નોર્મલ આજુબાજુ રહેશે. જેમા બપોર બાદ કે સાંજ સમયે પવન ની ગતી વધુ જોવા મળશે. તેમજ જ્યાપ્રિમોન્સુન, છાંટા છૂટી કે ડરસ્ટોર્મ નોવરસાદ પડે ત્યાં થોડા ટાઈમ માટે પવન ની ગતી ઘણી વધી જતી હોય છે.