ઓગસ્ટમાં મુશળધાર વરસાદ, ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઓગસ્ટમાં મુશળધાર વરસાદ, ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, સુરત, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે. આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, હાલમાં મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલમાં 2 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ 3 લગાવવામાં આવ્યું છે. 40 થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દરિયામાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું