Top Stories
ઈનકમ ટેક્સથી બચવું હોય તો આ છે બેસ્ટ 5 ઓપ્શન, નહિ કપાઈ February March ના રૂપિયા

ઈનકમ ટેક્સથી બચવું હોય તો આ છે બેસ્ટ 5 ઓપ્શન, નહિ કપાઈ February March ના રૂપિયા

હાલનું નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં થોડો જ સમય બાકી છે અને મોટાભાગે ટેક્સપેયર્સે અત્યારથી જ પોતાની ફાઈનાન્શિયલ પ્લાનિંગમાં લાગી ગયા હશે. જો તમે હજુ સુધી ટેક્સ સેવિંગને લઈને પ્લોનિંગ નથી કરી અને તેના વિશે વિચારી રહ્યા છો તો કેવી રીતે અને ક્યાં રોકાણ કરી શકાય તે જાણો.

ધ્યાન રાખો ટેક્સ સેવિંગ માટે સમય પહેલા રોકાણ કરવું પડે છે અને પછી આવકવેરા વિભાગને રોકાણ સાથે જોડાયેલા દસ્તાવેજ પ્રૂફ તરીકે આપવા પડે છે. તમે 31 માર્ચ 2024 સુધી અમુક સ્કીમ્સમાં રોકાણ કરીને આઈટીઆર વખતે ડિડક્શન ક્લેમ કરી શકો છો. તેના માટે તમે તમામ સરકારી સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ્સમાં ટેક્સ સેવિંગની સાથે જ રિટર્ન પણ શાનદાર મળે છે. તેના માટે ઘણા ઓપ્શન્સ હાજર છે. જેમાં NSC, સુકન્યા સમૃદ્ધિ યોજના, PPF, NPS શામેલ છે.

પહેલું ઓપ્શન-PPF
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એક લોન્ગ ટર્મ રોકાણનો વિકલ્પ છે અને ભારતમાં સૌથી પોપ્યુલર ટેક્સ સેવિંગ સ્કીમની રીતે લોકપ્રિય છે. PPF પર હાલ 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો.

બીજુ ઓપ્શન- NPS
નેશનલ પેન્શન સિસ્ટમ એક સરકારી રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. તેમાં પણ રોકાણ પર ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે. તેમાં વાર્ષિક 1.5 લાખ અને કલમ 80CCD હેઠળ વધારેમાં વધારે 50 હજાર રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો. NPSમાં રોકાણ કરી તમે આવકવેરામાં કુલ 2 લાખ રૂપિયાની કુલ છૂટનો ફાયદો લઈ શકો છો.

સરકાર પણ NPSને પ્રોત્સાહન આપી રહી છે. તમે 1000 રૂપિયા મહિનાથી રોકાણની શરૂઆત કરી શકો છો. કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર 18થી 65 વર્ષની વચ્ચે છે આ સ્કીમમાં ખાતુ ખોલાવી શકો છો. કોઈ પણ બેંકમાં NPS એકાઉન્ટ ખોલાવી શકો છો.

ત્રીજુ ઓપ્શન- SSY Scheme
સરકારના દ્વારા ખાસ દિકરીઓ માટે ચલાવવામાં આવી રહેલી સ્મોલ સેવિંગ સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરતા તમે ટેક્સ બચત કરી શકો છો. તમે પોતાની 10 વર્ષથી ઓછી ઉંમરની દિકરીના નામ પર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલાવીને ટેક્સ સેવિંગ કરાવી શકો છો.

આ સ્કીમમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા વાર્ષિક જમા કરાવીને ઈનકમ ટેક્સની છૂટ લઈ શકાય છે. હાલમાં જ સરકારે વ્યાજદરોમાં સંશોધન કરતા સુકન્યા સમૃદ્ધિ યોજના પર મળતા વ્યાજને 8.2 ટકા કરી દીધુ છે. એટલે કે ટેક્સ છૂટની સાથે જ જોરદાર રિટર્ન પણ તમને મળી શકે છે.

ચોથુ ઓપ્શન- SCSS
ટેક્સ સેવિંગ માટે અન્ય વિકલ્પ છે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, આ પણ ખૂબ જ લોકપ્રિય સેવિંગ સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે બેંક કે પોસ્ટ ઓફિસમાં પોતાનું એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તેમાં કરેલા રોકાણ માટે તમે એકાઉન્ટમાં જમા રકમ પર 80C હેઠળ ઈનકમ ટેક્સની છૂટ પ્રાપ્ત કરી શકો છો. તેમાં વધારેમાં વધારે વાર્ષિક 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે.

પાંચમું ઓપ્શન-ELSS
ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એક પ્રકારનો ઈક્વિટી ફંડ છે અને આ એકમાત્ર મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં આવક અધિનિયમની કમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે. ELSSમાં વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીના રિટર્ન પર ટેક્સ નથી લાગતું.

ELSSમાં 3 વર્ષનો સૌથી મોટો લોક-ઈન પિરિયડ હોય છે જે બધા ટેક્સ બચાવનાર રોકાણ ઓપ્શનમાં બેસ્ટ છે. તેના ઉપરાંત તમે ટેક્સ સેવિંગ FD અને યુનિટ લિંક્ડ ઈન્શોરન્સ પ્લાન ખરીદીને પણ ટેક્સ બચાવી શકો છો