khissu

હોળી ઝાળ: હોળીમાં જતા પહેલા જાણી લો, વરતારો, અદ્ભુત પ્રાચીન મહિમા

મિત્રો એક ભડલી વાક્ય ખૂબ જ પ્રચલિત છે. હોળી દિનનો કરો વિચાર, શુભ અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ વાય એજ સમય સારો કહેવાય. ઉતાસણી શુભ મુહૂર્તમાં જ્યારે પ્રગટાવવામાં આવે છે, ત્યારે હોળીની ઝાળ કઈ દિશામાં જાય છે ? તેનું ખાસ અવલોકન કરવું. જો પશ્ચિમનો પવન ફૂંકાતો હોય અને પૂર્વ દિશામાં હોળીની ઝાળ જાય ચોમાસે વરસાદ બેસુમાર વરસે છે.

મગજમાં કોઈ શંકા કુશંકા કરવી નહીં. જો પૂર્વનો પવન ફૂંકાય અને હોળીની ઝાળ પશ્ચિમમાં જાય તો, વર્ષ આઠ આની થાય. ખંડવૃષ્ટીનું જોર વધુ રહે.

જો ઉત્તર દિશાનો પવન ફૂંકાય અને હોળીની ઝાળ દક્ષિણ દિશામાં જાય તો, તે વર્ષે નદી - નાળા છલકાઈ, ધન - ધાન્યના ઢગલા થાય. એવું શુકનવંતુ વર્ષ સાબિત થાય છે.

પરંતુ જો દક્ષિણ દિશાનો પવન ફૂંકાય અને હોળીની ઝાળ ઉત્તર દિશામાં જાય તો , દુષ્કાળના ડાકલા વાગે છે.

ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાઈ અને નૈઋત્ય ખૂણામાં હોળીની ઝાળ જાય તો, વર્ષ સોળ આની સાબિત થાય છે. અને જો નૈઋત્ય ખૂણાનો પવન વાય અને હોળીની ઝાળ ઇશાન દિશામાં જાય તો, એ વર્ષ મધ્યમ સાબિત થાય છે. રોગ - જીવાતનું પ્રમાણ વધુ રહે છે. વરસાદ વહેલો થાય છે, પરંતુ તે વર્ષે અવારનવાર વાયરાઓ જોવા મળે છે.

મિત્રો જો વાયવ્ય ખૂણાનો પવન ફૂંકાતો હોય અને હોળીની ઝાળ અગ્નિ ખૂણામાં જાય તો, પવન સાથે વરસાદનું જોર વધુ રહે છે. અને વરસાદ પણ સારો પડે છે. માટે આ પવન હોય તો ચિંતા કરવી નહીં. કેમકે આ પવનને સારો ગણવામાં આવે છે . પરંતુ અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય અને હોળીની ઝાળ વાયવ્ય ખૂણામાં જાય તો, તે વર્ષ દુષ્કાળમય રહે છે વરસાદ ખૂબ જ ઓછો પડે છે.