કેવા મળ્યા આજે ખેડૂતોને ડુંગળીના ભાવ ? જાણો અહી

કેવા મળ્યા આજે ખેડૂતોને ડુંગળીના ભાવ ? જાણો અહી

આ વર્ષે ખેડૂતોને ડુંગળી રડાવ્યા છે. ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. ડુંગળીના ભાવ સાવ તળિયે પહોંચી ગયા છે. જે ડુંગળીના એક સમયે ખેડૂતોને 1000 રૂપિયા મળેલા છે એ જ ડુંગળીના ખેડૂતોને હાલ 150 થી 200 રૂપિયા મળ્યા છે.

આ પણ વાંચો: ધીમી ગતિએ મગફળી અને કપાસના ભાવમાં સુધારો, જાણો કેવા બોલાયા માર્કેટ યાર્ડમાં ભાવો

જુદી જુદી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 33139 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 337 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 38670 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 61થી 326 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/12/2022 ને ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 12875 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 154થી 283 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો: જાણો આજનાં (30/12/2022) નાં કપાસના ભાવ

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/12/2022 ને ગુરુવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ દાહોદ માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 283 સુધીનો બોલાયો હતો.

 ડુંગળી લાલના બજાર ભાવ (29/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ110345
મહુવા80360
ભાવનગર110367
ગોંડલ71346
જેતપુર101331
વિસાવદર63111
ધોરાજી95331
અમરેલી100360
મોરબી100340
અમદાવાદ160400
દાહોદ160400

ડુંગળી સફેદના બજાર ભાવ (29/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ભાવનગર230262
મહુવા150295
ગોંડલ91231