એક તરફ કૃષિમાં ગુજરાત નંબર વન હોવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ આજની તારીખે પણ કપાસ પકાવનારા ખેડૂતો માટે ભાવની પળોજણ યથાવત છે.
આ પણ વાંચો: આજનાં માર્કેટ યાર્ડનાં ભાવ, કપાસ, ડુંગળી, મગફળી તેમજ વિવિધ પાકોના ભાવ જાણો અહીં
કપાસનાં ભાવમાં મોટી મુવમેન્ટ નથી. ખેડૂતો અત્યારે વેચવા તૈયાર નથી અને સરેરાશ બજારમાં વેપારો પણ પાંખા છે. ગુજરાતમાં કે ઓલ ઈન્ડિયામાં કપાસની આવકો વધતી નથી. વેપારીઓ કહે છેકે ખેડૂતો ડિસેમ્બર અંત કે જાન્યુઆરી મહિનામાંપોતાની પાસે પડેલો માલ વેચાણ કરે તેવી ધારણાં છે.
આ પણ વાંચો: જાણો આજનાં ડુંગળીના વિવિધ માર્કેટ યાર્ડનાં ભાવ, સાથે જ કેવા રહેશે ડુંગળીના ભાવ ?
આગામી દિવસોમાં બજારો મિલોની માંગ નીકળે તો જ વધે તેવી ધારણાં છે. આ સીઝનમાં કપાસનો ભાવ 1900 રૂપિયા પ્રતિ મણનો ભાવ પહોંચતા ખેડૂતોને 2200 રૂપિયા સુધી ભાવ પહોંચવાની આશા બંધાઈ હતી. એવામાં ભાવ વધવાના બદલે ઘટવા લાગતા હાલ મણ કપાસના 1550 રૂપિયા થઈ ગયા છે.બીજી તરફ્ લગ્નની સીઝન આવતી હોવાથી ખેડૂતોને રૂપિયાની પણ જરૂરીયાત દેખાઈ રહી છે.સાથે મોંઘાદાટ ખાતર,દવા અને બિયારણ સહિતના ખર્ચના કારણે પૂરતા કપાસના ભાવ ન મળે તો ખેડૂતોને પોષાય એમ પણ નથી.આમ આવા કપરા સમયે જ એકાએક કપાસના ભાવ બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.આ બાબતે સરકાર દ્વારા ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળે એવી કાર્યવાહી કરવામાં આવે એવી સમગ્ર વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠી છે.
ગઈકાલના કપાસના ભાવ (29/12/2022)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1540 | 1640 |
| અમરેલી | 1000 | 1641 |
| સાવરકુંડલા | 1500 | 1611 |
| જસદણ | 1500 | 1635 |
| બોટાદ | 1582 | 1735 |
| મહુવા | 1271 | 1586 |
| ગોંડલ | 1501 | 1646 |
| કાલાવડ | 1500 | 1653 |
| જામજોધપુર | 1480 | 1700 |
| ભાવનગર | 1440 | 1618 |
| જામનગર | 1320 | 1675 |
| બાબરા | 1550 | 1660 |
| જેતપુર | 1231 | 1700 |
| વાંકાનેર | 1450 | 1643 |
| મોરબી | 1551 | 1621 |
| રાજુલા | 1300 | 1600 |
| હળવદ | 1405 | 1632 |
| વિસાવદર | 1505 | 1611 |
| તળાજા | 1300 | 1581 |
| બગસરા | 1450 | 1658 |
| જુનાગઢ | 1350 | 1615 |
| ઉપલેટા | 1480 | 1615 |
| માણાવદર | 1505 | 1630 |
| ધોરાજી | 1371 | 1600 |
| વિછીયા | 1545 | 1625 |
| ભેસાણ | 1500 | 1645 |
| ધારી | 1195 | 1653 |
| લાલપુર | 1491 | 1656 |
| ખંભાળિયા | 1300 | 1611 |
| ધ્રોલ | 1400 | 1634 |
| પાલીતાણા | 1400 | 1590 |
| સાયલા | 1400 | 1640 |
| હારીજ | 1451 | 1611 |
| ધનસૂરા | 1400 | 1520 |
| વિસનગર | 1300 | 1633 |
| વિજાપુર | 1411 | 1641 |
| કુંકરવાડા | 1460 | 1613 |
| ગોજારીયા | 1500 | 1607 |
| હિંમતનગર | 1421 | 1656 |
| માણસા | 1251 | 1609 |
| કડી | 1481 | 1613 |
| મોડાસા | 1350 | 1521 |
| પાટણ | 1450 | 1631 |
| થરા | 1461 | 1620 |
| તલોદ | 1529 | 1580 |
| સિધ્ધપુર | 1460 | 1660 |
| ડોળાસા | 1468 | 1650 |
| દીયોદર | 1400 | 1551 |
| બેચરાજી | 1465 | 1565 |
| ગઢડા | 1525 | 1645 |
| ઢસા | 1580 | 1648 |
| કપડવંજ | 1300 | 1400 |
| ધંધુકા | 1597 | 1638 |
| વીરમગામ | 1360 | 1592 |
| ચાણસ્મા | 1440 | 1598 |
| ભીલડી | 1100 | 1527 |
| ખેડબ્રહ્મા | 1460 | 1540 |
| ઉનાવા | 1452 | 1641 |
| શિહોરી | 1480 | 1605 |
| ઇકબાલગઢ | 1440 | 1560 |
| સતલાસણા | 1400 | 1533 |