Top Stories

માનવ ગરિમા યોજના અંતર્ગત ફ્રી સિલાઈ મશીન કઈ રીતે મેળવવું? તમામ પ્રશ્નોના જવાબ સાથે જાણો

માનવ ગરિમા યોજના :

આ યોજના અંતર્ગત નાનો ધંધો-રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા-રોજગાર અને કીટ આપવામાં આવે છે. આ યોજનાની અંદર કુલ ૨૮ પ્રકારના ધંધા-રોજગાર નો સમાવેશ થાય છે પણ આજે આપણે તેમાંના એક રોજગાર એટલે કે દરજી કામ કરતા હોય તેવા વ્યક્તિઓ કેવી રીતે ફ્રી સિલાઈ મશીન મેળવી શકે છે તેના વિશે જાણીશું.

આ યોજના અંતર્ગત ઘણા લોકો સવાલ પૂછતા હોય છે કે જે વ્યવસાય અથવા ધંધો કરતા હોય તેનું સર્ટિફિકેટ આપવુ પડશે ? શું એકવાર આ યોજનાનો લાભ લીધો હોય તો બીજી વાર મળશે અથવા તો એકવાર પરિવારના એક સદસ્યએ લાભ લીધો છે તો હવે બીજા સદસ્યને લાભ મળી શકે ? આ તમામ પ્રશ્નોના જવાબો પણ તમને જણાવી દઈએ.

તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ :

- આ યોજનામાં તમને 25,000 રૂપિયાની મર્યાદામાં ટૂલ કિટ આપવામાં આવશે. 
- જો તમે વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોય તો તેનું સર્ટિફિકેટ આપી શકો છો પરંતુ જો તમારી પાસે સર્ટીફીકેટ નથી તો ચાલશે કેમકે ફરજિયાત માંગવામાં આવ્યું નથી. 
- આ યોજનામાં તમે ફક્ત એક જ વાર લાભ લઇ શકો છો અને પરિવાર નો કોઈ એક જ સદસ્ય લાભ લઈ શકશે ત્યાર પછી બીજી વખત કોઈપણ સદસ્ય લાભ લઈ શકશે નહીં.
- આ યોજનામાં ઓપન કેટેગરીની વ્યક્તિ ફોર્મ ભરી શકશે નહીં.

આ યોજના માટે કોને લાભ મળશે ?

- લાભ લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 60 વર્ષની હોવી જોઈએ.
- આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, અનુસૂચિત જાતિ તેમજ વિકસતી અને વિમુક્ત જાતિના લોકોને લાભ મળવાપાત્ર છે. 
- જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારી આવક 1,20,000થી નીચે અને જો શહેરી વિસ્તારમાં રહો છો તો 1,50,000થી નીચે હોવી જોઈએ.

કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જે યાદી નીચે મુજબ છે.

દરજી કામ (ફ્રી સિલાઈ મશીન), વિવિધ પ્રકારની ફેરી (લારી, તોલા,કેરેટ,વગેરે વસ્તુ ફ્રી માં), કડિયાકામ, સેન્ટિગ કામ, વાહન સર્વિસ અને રીપેરિગ,મોચી કામ, ભરત કામ, કુંભારી કામ, પ્લમ્બર,બ્યુટી પાર્લર, વેલડિંગ કામ,સુથારી કામ,ધોબી કામ, માછલી વેચનાર,પાપડ બનાવટ, અથાણાં બનાવટ,પંચર કીટ,મસાલા મિલ, રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો), મોબાઈલ રીપેરીંગ, પેપર કપ અને ડિશ બનાવટ, હેર કટિંગ (વાળંદ કામ),રસોઈ કામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલાં ગેસ કનેક્શન લાભાર્થી), ને આ યોજનાનો લાભ મળી શકશે.

સિલાઈ મશીન માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ:

- ફોટો/સહી 
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
- અરજદારની જાતિ નો દાખલો
- વાર્ષિક આવક નો દાખલો
- મોબાઈલ નંબર (ચાલુ હોય તે અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો.)
- ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)
- બાંહેધરી પત્રક
- એકરારનામું

ઓનલાઇન ફોર્મ ક્યાંથી ભરવું ?

- ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે સમાજ કલ્યાણ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પર જવાનું રહેશે.
- આ ફોર્મ 12 જુલાઈ 2021થી શરૂ કરી દેવામાં આવ્યાં છે અને હવે 31 જુલાઈ 2021 છેલ્લી તારીખ છે.

જો તમારે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો ઉપર આપેલો વિડીયો જોઈ લ્યો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વની માહિતી જાણવા માટે  khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.

અહીં નીચે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવામાં આવતા બાહેધરી પત્ર અને એકરારનામાની pdf આપેલ છે તે view document માં જઈ ડાઉનલોડ કરી લેજો.