સૌરાષ્ટ્રમાં લાલ અને સફેદ ડુંગળી તૈયાર થઇ પીઠાઓમાં ઠલવાઇ રહી છે. રવી ડુંગળી પણ વીઘા દીઠ ઉતારા બાબતે કંગાળ હાલતમાં છે. જ્યાં સરેરાશ 16 ગુંઠાના વીઘે ખેડૂતો 250થી 300 મણ ઉતારા લેતા હતા, ત્યાં પ્રતિકૂળ હવામાનને લીધે ઉતારામાં 30 થી 50 ટકા સુધીનો માર પડ્યાનું ખેડૂતો કહે છે. બીજી તરફ ડુંગળીનું બિટામણ કાર્ય પૂર્ણ કરી, ખેડૂતો બજારમાં માલ મોકલે છે. ગોંડલ યાર્ડની બહાર ડુંગળીના વહાનોની લાઇન લાગે છે. દિવસે-દિવસે ડુંગળીની આવકો વેગ પકડી રહી છે.
ડુંગળીની આવકો વધવાની સાથે અગાઉ જે રૂ.500ની સપાટી હતી, તે તૂટીને નીચે સરકી ગઇ છે. ડુંગળીની બજારો નીચે સરકી જવાથી ખાનાર વર્ગ માટે અચ્છે દિન આવ્યા છે, તો ખેડૂતો માટે બૂરે દિનની શરૂઆત થઇ છે. સફેદ ડુંગળી માત્ર ડિહાઇડ્રેશનમાં જતી હોય છે. સફેદ ડુંગળીના ભાવ ઘટીને રૂ.200ના તળિયે પહોંચ્યા હોવાથી કારખાનાની માંગ વધશે. તા. 09 માર્ચને બુધવારના રોજ મહુવા યાર્ડમાં લાલ ડુંગળીમાં 51000 થેલાની આવક સામે ભાવ રૂ.70 થી રૂ.393 થયા હતા.
સફેદમાં લાલ ડુંગળીની આવક કરતાં વધીને 58917 થેલા થઇ હતી. ભાવ રૂ.120 થી રૂ.265ના થયા હતા. રાજકોટમાં માત્ર લાલ ડુંગળીની જ આવક થાય છે. 09, માર્ચને બુધવારે પ્રતિ 20 કિલો રૂ.55 થી રૂ.230ના ભાવે વેપાર હતા. ગોંડલ યાર્ડમાં તા.08, માર્ચના 30,600 દાગીના આવક હતી, તેમાં રૂ.71 થી રૂ.326 અને સફેદ ડુંગળીમાં 9850 દાગીના આવક સામે રૂ.111 થી રૂ.211ના ભાવે વેપાર થયા હતા.
સૌરાષ્ટ્રમાં આ વખતે ચણા ઉપરાંત રાજકોટ,જામનગર સહિત જિલ્લામાં સ્થાનિક લાલ ડુંગળીનો મબલખ પાક થતા અને હોળી-ધુળેટી તહેવાર નજીક હોય લાંબો સમય સંગ્રહી નહીં શકાતી આ ડુંગળીથી માર્કેટ યાર્ડો છલકાઈ રહ્યા છે. ડુંગળીની ધૂમ આવક, ભાવ ૩૦ ટકા ઘટયા છે, આજે પ્રતિ મણ ડુંગળી રૂ.૫૦થી ૨૭૫ લેખે વેચાઈ હતી પરંતુ, ગરીબોની કસ્તુરીના ભાવ છૂટક બજારમાં ફેરિયા, વેપારીઓ રૂ.૩૦થી ૪૦ સુધી વસુલતા હોય છે. આમ, ગ્રાહકોને હજુ નીચા ભાવનો ફાયદો થયો નથી.
બુધવારના લાલ ડુંગળીનાં ભાવ:-
માર્કેટ યાર્ડ | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 55 | 230 |
મહુવા | 70 | 393 |
ભાવનગર | 125 | 378 |
ગોંડલ | 71 | 326 |
જેતપુર | 56 | 246 |
વિસાવદર | 80 | 276 |
જસદણ | 150 | 151 |
તળાજા | 60 | 287 |
ધોરાજી | 40 | 251 |
અમરેલી | 200 | 470 |
મોરબી | 100 | 400 |
અમદાવાદ | 140 | 360 |
દાહોદ | 80 | 400 |
વડોદરા | 240 | 500 |
સુરત | 140 | 500 |
બુધવારના સફેદ ડુંગળીનાં ભાવ:-
માર્કેટ યાર્ડ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ભાવનગર | 140 | 197 |
મહુવા | 120 | 265 |
ગોંડલ | 111 | 211 |
તળાજા | 55 | 134 |
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે માટે શેર કરો અને આવી વધારે માહિતી માટે khissu ની એપ ડાઉનલોડ કરો સાથે સાથે FACEBOOK પેજને FOLLOW કરો.