વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વાવાઝોડુ ?

વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વાવાઝોડુ ?

દરિયામાં હળવું દબાણ સર્જાતા  ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાવાની આગાહી છે. રાજયના હવામાન વિભાગે  એક જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવા પણ જણાવ્યું છે.  કચ્છ, મુદ્રા નવા કંડલા, જખો, નવ લખી જામનગર પોરબંદર સહિતના દરિયામાં ૪૦થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવે છે. સાથે જ અસ્થાયી રૂપે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પહોંચે તેવી આગાહી કરવામાં આવે છે.  

આ પણ વાંચો: વર્ષાવિજ્ઞાન નાં જાણીતા બે મોટાં આગાહીકારો દ્વારા આગાહી; બે વખત વરસાદ ખેંચાશે, આગળ શું ક્હ્યું...

તેમજ રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં એક જૂન સુધી વાદળ છાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા સાથે લઈને વરસાદી ઝાપટાં પણ કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત વરસાદ આગાહી: આજે ચોમાસુ બેસી ગયું... ગુજરાતમાં વરસાદ ક્યારે ?

એ સિવાય ચોમાસાનો લઇને મોટા સમાચાર સામે આવી ગયા છે. ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચી ગયું છે. ચોમાસુ સામાન્ય કરતા ત્રણ દિવસ પહેલા કેરળમાં ચોમાસું બેસી ગયું છે.તેને લઈને ભારતીય સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી છે તે રીતે જોઈએ તો ગુજરાતમાં ૧૩ થી ૧૭ જૂન વચ્ચે ચોમાસુ બેસી શકે છે. જ્યારે 20 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં નિયમિત રીતે ચોમાસુ બેસી શકે છે.