Top Stories
1 લાખ રૂપિયા પડ્યા હોય તો આ સ્કીમમાં કરી નાખો રોકાણ, રિસ્ક વગર થઈ જશે મોટો લાભ

1 લાખ રૂપિયા પડ્યા હોય તો આ સ્કીમમાં કરી નાખો રોકાણ, રિસ્ક વગર થઈ જશે મોટો લાભ

જો તમે સુરક્ષિત અને નિશ્ચિત વ્યાજ આપતી બચત યોજના શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ એફડી (ટાઈમ ડિપોઝિટ) એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજના બેંકોની એફડી જેવી છે, પરંતુ તેમાં ઘણી બેંકો કરતા વધુ વ્યાજ દર આપવામાં આવે છે. સૌથી મોટી બાબત એ છે કે એફડી પર સંપૂર્ણ સરકારી ગેરંટી મળે છે, એટલે તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં 1, 2, 3 અને 5 વર્ષના સમયગાળા માટે રોકાણની સુવિધા છે. હાલમાં એફડી પર 6.9% થી 7.5% સુધીના વ્યાજ દર ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધુ વ્યાજ દર 5 વર્ષની એફડી પર 7.5% છે, જે અનેક બેંકોની સામાન્ય એફડી કરતા વધારે છે.. લાંબા ગાળાના સ્થિર વળતર માટે આ ઉત્તમ વિકલ્પ છે.

જો તમે 5 વર્ષની પોસ્ટ ઓફિસ એફડીમાં ₹1 લાખ જમા કરો છો, તો 7.5% વાર્ષિક વ્યાજ પ્રમાણે મેચ્યોરિટી રકમ ₹1,44,995 થાય છે. જોકે, તમને પાંચ વર્ષમાં ₹44,995 વ્યાજ મળશે. જે બેંક એફડીની સરખામણીમાં વધુ લાભદાયી છે.

રોકાણની મર્યાદા અને ખાતું ખોલવાની સુવિધાની વાત કરવામાં આવે તો, પોસ્ટ ઓફિસ એફડીમાં ખાતું ખોલવા માટે ન્યૂનતમ રકમ ₹1,000 છે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે નાના તેમજ મોટા બંને રોકાણકારો માટે યોગ્ય યોજના છે. સિંગલ તેમજ જોઈન્ટ એકાઉન્ટ (મહત્તમ 3 લોકો સુધી) બંને વિકલ્પ ઉપલબ્ધ છે.

આ યોજના સીધી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત થાય છે, તેથી રોકાણમાં જોખમ નથી. બેંકોમાં અલગ–અલગ કેટેગરી અનુસાર વ્યાજ બદલાય છે, જ્યારે પોસ્ટ ઓફિસમાં બધા ગ્રાહકોને સમાન વ્યાજ દર મળે છે. એથી સરકારી ગેરંટી + ઊંચો વ્યાજ દર + નિશ્ચિત વળતર મળતાં, પોસ્ટ ઓફિસ એફડી સામાન્ય તેમજ મધ્યમ રોકાણકારો માટે એક વિશ્વસનીય બચત વિકલ્પ સાબિત થાય છે.