સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની પેટાકંપની SBI કાર્ડ 1 સપ્ટેમ્બરથી તેના કેટલાક પસંદગીના ક્રેડિટ કાર્ડ પર નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આ નવા ફેરફારોમાં કેટલાક વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ્સ નહીં મળે, જ્યારે કાર્ડ પ્રોટેક્શન પ્લાન પણ ઓટોમેટિક અપગ્રેડ થઈ જશે. આ ફેરફારો SBI કાર્ડધારકોને સીધી અસર કરશે, તેથી આ અપડેટ્સ વિશે જાણવું અત્યંત જરૂરી છે.
SBI કાર્ડ 1 સપ્ટેમ્બર, 2025 થી કેટલાક નવા નિયમો લાગુ કરી રહ્યું છે. 'લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર' શ્રેણીના કાર્ડ્સ માટે, ડિજિટલ ગેમિંગ અને સરકારી કામકાજ સંબંધિત વ્યવહારો પર હવે રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં.
SBI કાર્ડ 'લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર SBI કાર્ડ', 'લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર SBI કાર્ડ SELECT' અને 'લાઈફસ્ટાઈલ હોમ સેન્ટર SBI કાર્ડ PRIME' જેવા પસંદગીના કાર્ડ્સ પર કેટલાક વ્યવહારો માટે રિવોર્ડ પોઈન્ટ્સ બંધ કરી રહ્યું છે. નવા નિયમ મુજબ, ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ્સ અને સરકારી કામકાજ સંબંધિત વ્યવહારો પર હવેથી કોઈ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં.
16 સપ્ટેમ્બરથી, તમામ CPP (કાર્ડ પ્રોટેક્શન પ્લાન) ગ્રાહકોને તેમની રિન્યુઅલ તારીખના આધારે અપડેટેડ પ્લાન વેરિઅન્ટમાં આપમેળે ટ્રાન્સફર કરવામાં આવશે. SBI કાર્ડ ત્રણ પ્રકારના CPP પ્લાન ઓફર કરે છે: ક્લાસિક (₹999), પ્રીમિયમ (₹1,499) અને પ્લેટિનમ (₹1,999). આ પ્લાન હેઠળ ક્રેડિટ કાર્ડ સાથે થતી છેતરપિંડી સામે ₹1 લાખ સુધીનું રક્ષણ મળે છે. કંપનીએ જણાવ્યું છે કે આ ફેરફાર વિશે ગ્રાહકોને SMS અને ઈમેલ દ્વારા 24 કલાક પહેલા જાણ કરવામાં આવશે
SBI કાર્ડે અગાઉ પણ કેટલાક કાર્ડધારકો માટે એક મોટો ફેરફાર કર્યો હતો. 15 જુલાઈથી, કેટલાક પ્રીમિયમ કાર્ડ્સ પર મળતા મફત હવાઈ અકસ્માત વીમા કવરને બંધ કરી દેવામાં આવ્યું છે. 'SBI કાર્ડ Elite', 'SBI કાર્ડ Miles' અને 'SBI કાર્ડ Miles Prime' પર મળતો ₹1 કરોડનો કોમ્પ્લીમેન્ટરી વીમો બંધ થયો છે. આ ઉપરાંત, 'SBI કાર્ડ Prime' અને 'SBI કાર્ડ Pulse' પર ઉપલબ્ધ ₹50 લાખનો કોમ્પ્લીમેન્ટરી હવાઈ અકસ્માત વીમો પણ 15 જુલાઈથી રદ કરી દેવાયો છે.