પૈસા ડબલ કરવાની સ્કીમની વાત આવે એટલે આપણને એવું જ લાગે કે આ વાત તદ્દન ખોટી હશે. પરંતુ એવું નથી પોસ્ટ ઓફિસની એક એવી પણ સ્કીમ છે જેમાં તમે તમારા પૈસા કરી સીધા ડબલ કરી શકો છો, અને મજાની વાત તો એ છે કે પૈસા ઇન્વેસ્ટ કરવા માટેની કોઈ લિમિટ નથી.
તમે દસ લાખના વીસ લાખ કરવા હોય તો તમે કરી શકો છો, તમે એક કરોડના બે કરોડ કરવા હોય તો તે પણ કરી શકો છો અને દસ કરોડ ના વીસ કરોડ કરવાની તો પણ કરી શકો છો.
Post Office KVP Scheme મા KVP નું પુરુ નામ કિસાન વિકાસ પત્ર છે. આ સ્કીમ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેથી કોઈ ડર ના રાખવો કે પૈસા ડૂબી જશે, સો ટકા ગેરંટી આપવામાં આવે છે કે તમારા પૈસા ડબલ થઇ જ જશે.
તો ચાલો જાણીએ કે આ સ્કીમ માં કોણ કોણ ખાતું ખોલાવી શકે છે, આ સ્કીમ દ્વારા ટેક્સમાં કેટલો ફાયદો મળે છે, ઓછામાં ઓછા કેટલા રૂપિયાનું રોકાણ કરી શકો છો અને સૌથી મહત્વનું કે તમારા પૈસા કેટલા સમયમાં ડબલ થઇ જશે.
ખાતું કોણ ખોલાવી શકે
18 વર્ષ કે તેથી વધારે ઉંમરનું દરેક નાગરિક આ સ્કીમ માં પોતાનું ખાતુ કરાવી શકે છે.
18 વર્ષથી નાની વયના લોકો પણ આ સ્કીમમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે પરંતુ તેનું ખાતું મા બાપ દ્વારા ચલાવવામાં આવે છે.
વધુમાં વધુ ત્રણ લોકો સાથે મળીને પણ આ સ્કિમ માં ખાતું કરાવી શકે છે.
ત્રણ લોકો સાથે મળીને ખાતું ખોલાવો છો તો ધ્યાન રાખવું કે તેમાં બે પ્રકારના ખાતા ખૂલે છે.
જોઈન્ટ એ
જોઈન્ટ બી
જોઈન્ટ એ : આ પ્રકારના ખાતામાં ત્રણમાંથી કોઈ પણ એક વ્યક્તિ સાઇન કરી પૈસા ઉપાડી શકે છે.
જોઈન્ટ બી : આ પ્રકારના ખાતામાં ત્રણેય વ્યક્તિની સહીની જરૂર પડે છે ત્યારે જ પૈસા ઉપાડી શકાય છે.
કેટલા દિવસમાં રૂપિયા બમણા થશે ?
આ જ પ્રશ્ન ક્યારનો મનમાં મૂંઝવતો હતો ને ? તો ચાલો તમને આ પ્રશ્નનો જવાબ આપી દવ… આ સ્કીમનો હાલમાં વ્યાજદર 7.5% છે, આ વ્યાજદરે તમે રોકાણ કરેલા પૈસા 115 મહિના પછીં બમણા થઈ જશે એટલે કે 9 વર્ષ 7 મહિનામાં તમે રોકાણ કરેલા પૈસાના તમને બમણા પૈસા મળશે.
અને ઉપર જણાવ્યું તે મુજબ જો તમે અઢી વર્ષ પછી પૈસા ઉપાડવા ઇચ્છો છો તો તમને પ્રશ્ન થયો જ હશે કે અઢી વર્ષ પછી કેટલા રૂપિયા મળવા પાત્ર થશે, તો આ સવાલનો જવાબ એ છે કે જ્યારે તમે આ સ્કીમનું ખાતું ખોલાવવા જાવ ત્યારે તમે લીસ્ટ આપવામાં આવશે કે અઢી વર્ષ પછીના સમયગાળામાં રૂપિયા ઉપાડો છો તો કેટલા રૂપિયા મળવા પાત્ર થશે.