Top Stories
ફક્ત 2 લાખના રોકાણ પર શરૂ કરો આ બિઝનેસ, નોકરી કરતા સારી થશે કમાણી

ફક્ત 2 લાખના રોકાણ પર શરૂ કરો આ બિઝનેસ, નોકરી કરતા સારી થશે કમાણી

કોરોનાકાળમાં ઘણાની નોકરી જતી રહી છે તો ઘણાના ધંધા પડી ભાગ્યા છે. એવામાં આર્થિત તંગીના કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે. આ ઉપરાંત ઘણા લોકો નોકરીની સાથે સાથે ઘરે બેઠા વ્યવસાય કરવાનું પણ વિચારી રહ્યા છે. તો આજે અમે તમને એવા જ એક બિઝનેસ વિશે જણાવીશું તે તમે ઘરે બેઠા ઓછા રોકાણે કરી શકો છે.

250 ચોરસ મીટર જમીનની જરૂર પડશે
તમને જણાવી દઈએ કે આ બિઝનેસનું નામ છે પાપડ બિઝનેસ. જેમા તમે ઓછા રોકાણે સારી કમાણી કરી શકો છો. આ માટે કેન્દ્ર સરકારના નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) એ એક પ્રોજેક્ટ રિપોર્ટ પણતૈયાર કર્યો છે. આ અંતર્ગત મુદ્રા યોજનામાં ઓછા દરે 4 લાખ રૂપિયા સુધીની લોન પણ મળશે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કુલ રૂપિયા 6 લાખના રોકાણથી તમે આશરે 30,000 કિલોનું ઉત્પાદન કરી શકો છો. આટલુ ઉત્પાદન કરવા માટે તમારે 250 ચોરસ મીટર જમીન જોશો.

જાણો ધંધામાં ક્યાં ક્યાં ખર્ચા લાગશે
તમને જણાવી દઈએ કે, આ ખર્ચમાં ફિકસ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ બંનેનો સમાવેશ થઈ જાય છે. આ રિપોર્ટ મુજબ ફિક્સ્ડ કેપિટલમાં 2 મશીન, પેકેજિંગ મશીન ઇક્વિપમેન્ટ જેવા ખર્ચનો સમાવેશ થાય છે, આ ઉપરાંત વર્કિંગ કેપિટલમાં કામ કરતા વર્કરોના 3 મહિનાનો પગાર, કાચો માલ અને 3 મહિના માટે યુટિલિટી પ્રોડક્ટના ખર્ચનો પણ સમાવેશ થઈ જાય છે. આ ઉપરાંત અન્ય ખર્ચમાં ભાડું, લાઈટ બીલ, પાણી, મોબાઈલ બિલનો સમાવેશ થાય છે.

આ બિઝનેસ શરૂ કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડશે
નોંધનિય છે કે આ ધંધો શરૂ કરવા માટે સૌ પ્રથમ ઓછામાં ઓછી 250 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. આ ઉપરાંત 3 ઓછી આવડત ધરાવતા મજૂરો, જ્યારે 2 આવડત ધરાવતા મજૂરો અને એક સુપરવાઈઝરની જરૂર પડશે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમને સરકાર તરફથી 4 લાખ રૂપિયાની લોન મળશે. ત્યાર બાદ તમારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે તમે, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કોઈપણ બેંકમાં લોન લેવા માટે  અરજી કરી શકો છો.

જાણો આ બિઝનેસમાં કેટલી આવક થશે
સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે સારી આવક મેળવવા માટે તમારે પાપડ બનાવીને હોલસેલ માર્કેટમાં વેચવા પડશે, જેથી ઓછા નફે તમે મોટું વેચાણ કરી શકો. આ ઉપરાંત તમે તમારા શહેરમાં છૂટક દુકાનો, કરિયાણા સ્ટોર ઉપરાંત સુપર માર્કેટમાં પણ વેંચી શકો છે. આ રિપોર્ટ મુજબ જો તમે કુલ 6 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમે આસાનીથી દર મહિને 1 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો. જેમા તમારો ચોખ્ખો નફો 35000 થી 40000 સુધી પહોંચી શકે છે. જેમ જેમ તમે વધુ માર્કેટિંગ કરશે તેમ તેમ તમે વધુ સેલિંગ કરી શકશો અને વધુ કમાણી કરી શકશો.