Top Stories
ભારતમાં UPI ટ્રાન્સેક્શનનું વધી રહ્યું છે ચલણ, જાણો કેટલો થયો વધારો...

ભારતમાં UPI ટ્રાન્સેક્શનનું વધી રહ્યું છે ચલણ, જાણો કેટલો થયો વધારો...

ભારતમાં UPI થકી વ્યવહાર કરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. અત્યંત સરળ રીતે નાણાકીય વ્યવહારો થઇ શકતા હોવાથી લોકોમાં UPI નો ઉપયોગ વધતો જાય છે. આજે તો UPI એ લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે.

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના તાજેતાજા આંકડા અનુસાર જૂનમાં યુનીફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ પ્લેટફોર્મ પર થતી લેવડ દેવડમાં ૪૯ % નો વધારો થયો છે અને નાણાકીય વ્યવહારોની સંખ્યા ૧૩.૯ અરબ થઈ ગઈ છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

એ જ સોર્સ અનુસાર, જૂન મહિનામાં સરેરાશ દૈનિક લેવડ દેવડની સંખ્યા ૪૬.૩ કરોડ હતી અને દૈનિક રકમ ૬૬,૯૦૩ કરોડ રૂપિયા હતી. આવી જ રીતે આધાર એનેબલ્ડ સિસ્ટમ પર પણ નાણાકીય વ્યવહારની સંખ્યા દર વર્ષે ૪% જેટલી વધી રહી છે.

ડીજીટલ લેવડ દેવડમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનો હિસ્સો વધતો જાય છે. UPI ટ્રાન્સેકશને નાણાકીય વ્યવહારોના એક માધ્યમ તરીકે સમગ્ર દુનિયામાં પોતાની એક અલગ છાપ છોડી છે. અનેક દેશોમાં ઓનલાઈન પેમેન્ટ સુવિધાનો લાભ લેવાનું વલણ લોકોમાં વધતું જાય છે.