khissu

જાણો કાયદો: ચોરી કરી કોને કહેવાય ? કઈ કલમ ? કેટલી સજા ?

ચોરી કોને કહેવાય ?

લોર્ડ મેકોલો દ્વારા કલમ 378 માં ચોરીની વ્યાખ્યા આપી છે.

૧) ચોરી હંમેશા જંગમ મિલકત ની જ થાય.
(સ્થાવર મિલકતની ચોરી ના કરી શકાય.)

  • મિલકતના બે પ્રકાર હોય છે.


જંગમ મિલકત :- જે મિલકત જમીન સાથે સંકળાયેલી ના હોય તેને જંગમ મિલકત કહેવાય.
( દા. ત. પૈસા, દાગીના, કોઈ ચીજ વસ્તુ વગેરે )

સ્થાવર મિલકત :- જે મિલકત જમીન સાથે સંકળાયેલી હોય તેને સ્થાવર મિલકત કહેવાય.
(દા. ત. જમીન, મકાન, કૂવો વગેરે.)

૨) ચોરીમાં માલિકની મંજૂરી લેવામાં આવતી નથી.
( માલિકને પૂછયા વગર )

૩) વસ્તુ મૂળ સ્થાનેથી સહેજ પણ ખસેડેલ હોવી જોઈએ.

૪) ચોરીમાં ભય ના તત્વો ના હોય.

કલમ નં : 379

  • જો કોઈ ચોરી કરે છે તો તેને શુ સજા થવી જોઈએ તેની આ કલમ માં જોગવાઇ છે.
  • જો કોઈ સામાન્ય ચોરી કરે છે તો 3 વર્ષની સજા મળવા પાત્ર છે.


કલમ નં : 380

  • કોઈ વ્યક્તિ કોઈના ઘરમાંથી ચોરી કરે તો તેને 7 વર્ષની સજા થવા પાત્ર છે.


કલમ નં : 381

  • જે તે વ્યક્તિ નો નોકર અથવા કારકુન તેના ઘરમાંથી અથવા ઓફિસમાંથી ચોરી કરે તો તેને 7 વર્ષ ની સજા થવા પાત્ર છે.


કલમ નં : 383

  • કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે થી બળજબરી પૂર્વક ( એટલે કે ભય દર્શાવી ) મિલકત લે છે તો તેને કલમ નં : 384 મુજબ 3 વર્ષની સજા થવા પાત્ર છે.


કલમ નં : 390 ( લૂંટ કોને કહેવાય ?)

  • ચોરીમાં માલિકને ખબર પડે અને તે આરોપી હથિયાર બતાવી અથવા મહાવ્યથા, વ્યથા કે ખૂન સુધીના કોઈપણ તત્વનો ઉમેરો કરી મિલકત લઈને જતો રહે તો તેને લૂંટ કહેવાય. ( સમજ્યા ને મિત્રો )


કલમ ન : 392

  • જો કોઈ વ્યક્તિ લૂંટ કરે તો તેને 10 વર્ષની સજા થવા પાત્ર છે.


કલમ નં : 391 ( ધાડ એટલે શું ? )

  • જો 5 કે તેથી વધુ વ્યક્તિ લૂંટ કરે તો તેને ધાડ કહેવાય.
  • જો કોઈ વ્યક્તિઓ ધાડ કરે તો તેને કલમ નં : 395 મુજબ 10 વર્ષથી આજીવન કેદ થવા પાત્ર છે.