રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોનુ સારુ ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે. અનેક વખત ખેડૂતોએ પોતાના પાકને ખુબ જ ઓછા ભાવે વેચવો પડે છે અને ઘણી વખત અનાજ સડી પણ જાય છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે.
ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા ગુજરાત સરકારે ગોડાઉન યોજના શરૂ કરી છે. ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાય રહેશે અને યોગ્ય સમયે વેંચાણ કરી શકશે. આ યોજના અંતર્ગત કેટકી સહાય મળે? લાભાર્થીની પાત્રતા? ક્યાં દસ્તાવેજની જરૂર પડશે? વગેરે જેવી તમામ માહિતી તમને જણાવીશું.
લાભાર્થીની પાત્રતા:- રાજ્યનો કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. આજીવન એક વખત ખાતાદીઠ સહાય લઈ શકાય છે. ન્યુનત્તમ 330 ચો. ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહેશે.
મળવાપાત્ર સહાય:- અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના 50 % અથવા 50,000 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
અનુસુચિત જનજાતિના લાભાર્થીને કુલ ખર્ચના 50 % અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.
ફોર્મ ભરવાની તારીખ:- તમે 05/08/2021 થી 05/09/2021 સુધી ઓનલાઇન અરજી કરી શકશો.
અરજી ક્યાં કરવાની રહેશે?
દરેક ખેડૂત ભાઈઓએ ગ્રામ પંચાયત કચેરીએ જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરારવાની રહેશે.
જરૂરી આધાર પુરાવા:
(1) 7/12, 8- અ ની નકલ
(2) આધાર કાર્ડ ની નકલ
(3) બેંક પાસબુક ની નકલ
(4) અનું. જાતિ કે અનુ. જનજાતિ ખેડૂત હોય તો જાતિના દાખલાની નકલ
(5) અરજી કરેલ અરજીની પ્રિન્ટ
નોંધ:- ઉપર જણાવેલ અરજી અને તમામ પુરાવા સાથે ગ્રામસેવક ને સાત દિવસની અંદર જમાં કરાવવાના રહેશે.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.