ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ તોફાની બનવાનો છે. હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડેલ્સના આધારે, બંગાળની ખાડીમાં આગામી ૧૫ દિવસમાં ચાર લો-પ્રેશર સિસ્ટમ્સ સર્જાવાની શક્યતા છે, જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે. આ સિસ્ટમ્સમાંથી બે ખૂબ જ મજબૂત હશે, જે વેલમાર્ક લો-પ્રેશરથી ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે. આની અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં અતિભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે કે રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. જામનગર, દ્વારકા-પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. રાજયમા અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે. મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. અનેક વિસ્તારોમાં 12 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે.
હાલ વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ 5 મી સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં વરસાદની પાંચ સિસ્ટમ સક્રિય થતાં 20 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 23-25 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે છે. તેમણે કહ્યું કે, પર્યુષણના સમયે ભારે વરસાદ રહી શકે છે. ગણેશ ચતુર્થી સમયે વરસાદી ઝાપટાથી લઇ ભારે વરસાદ રહી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 દિવસનો વરસાદ ખેડૂતો માટે 'સોના સમાન' છે. જોકે, તેમણે ચેતવણી આપી છે કે 29 થી 31 ઓગસ્ટ સુધીનો વરસાદ પાક માટે સારો નહીં હોય. હવે, જો વરસાદ રોકાઈને 'વરાપ' નીકળે, તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને તેનો સારો વિકાસ થશે. અંબાલાલ પટેલે એક મહત્વની ચેતવણી પણ આપી છે. તેમના મતે આગામી 15 દિવસ સુધીનો વરસાદ પાક માટે 'સોના સમાન' છે, પરંતુ 29 થી 31 ઓગસ્ટ સુધી પડનારો વરસાદ ખેતી માટે સારો નહીં હોય. આ દિવસો દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે. આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની જરૂર છે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3 થી 6 ઈંચ વરસાદની શક્યતા રહેલી છે. 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઈંચ વરસાદની શક્યતા છે.