khissu

IMDએ ચોમાસાને લઈ આપ્યા સારા સમાચાર, જાણો તમારા રાજ્યમાં ક્યારે પડશે ચોમાસાનો પહેલો વરસાદ

First Monsoon: છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી એનસીઆર, ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. સ્થિતિ એવી છે કે દિવસના 10 વાગ્યા પછી ફૂંકાતા ગરમ પવનો સાંજ સુધી અટકતા નથી. જેના કારણે દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જો કે આ કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસુ રાહતનો વરસાદ લાવી રહ્યું છે.

હાલમાં જ હવામાન વિભાગે ચોમાસાને લઈને એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે આ વખતે ચોમાસું સમય પહેલા આવી શકે છે. IMD અનુસાર જૂનની પહેલી તારીખે કેરળમાં ચોમાસું આવી શકે છે. જો કે હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું ચાર દિવસ વહેલું કે ચાર દિવસ પછી આવી શકે છે. જે મુજબ આ વખતે 28મી મેથી 3જી જૂન દરમિયાન ચોમાસું આવવાનું છે.

કયા રાજ્યમાં ચોમાસું ક્યારે પહોંચશે?

હવામાન વિભાગે કેરળ સહિત અન્ય રાજ્યોમાં ચોમાસાની શરૂઆતની સંભવિત તારીખ આપી છે. જે મુજબ બિહારમાં 16 જૂન સુધીમાં પશ્ચિમ બંગાળમાં 13 જૂન સુધીમાં અને ઉત્તર પ્રદેશમાં 29 જૂન સુધીમાં ચોમાસું આવી શકે છે. અહીં જોઈ લો સંપૂર્ણ યાદી....

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

રાજ્યમાં ચોમાસાના આગમનની અપેક્ષિત તારીખ

કેરળ- 1 જૂન
તામિલનાડુ- 1 જૂન
કર્ણાટક- 1 જૂન
આંધ્રપ્રદેશ- 5 જૂન
ઓડિશા- 10 જૂન
પશ્ચિમ બંગાળ- 13 જૂન
સિક્કિમ- 15 જૂન
ઝારખંડ- 16 જૂન
બિહાર- 16 જૂન
છત્તીસગઢ- 16 જૂન
મધ્યપ્રદેશ- 16 જૂન
ગુજરાત- 19 જૂન
રાજસ્થાન- 29 જૂન
ઉત્તર પ્રદેશ- 29 જૂન
હિમાચલ પ્રદેશ- 2 જુલાઈ
જમ્મુ અને કાશ્મીર - 2 જુલાઈ
પંજાબ- 2 જુલાઈ
હરિયાણા- 2 જુલાઈ
દિલ્હી- 2 જુલાઇ
ચંદીગઢ- 2 જુલાઇ

આ ચોમાસામાં વધુ વરસાદ પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાનું છે. હકીકતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે. આ બધું લા નીના ઈફેક્ટને કારણે થશે. વાસ્તવમાં જ્યારે પૂર્વી પેસિફિક મહાસાગર ક્ષેત્રની સપાટી પર હવાનું દબાણ ઓછું હોય છે, ત્યારે એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને લા નીના કહેવામાં આવે છે.

જ્યારે આ પરિસ્થિતિ થાય છે, ત્યારે દરિયાની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટે છે. જે સમગ્ર વિશ્વના તાપમાનને અસર કરે છે. આ વર્ષે લા નીનાની અસર ભારતમાં જૂનથી જ જોવા મળશે. લા નીનાને કારણે વધુ વરસાદ અને સરેરાશ કરતાં વધુ ઠંડીની શક્યતા પણ વધી જાય છે. લા નીના નવ મહિનાથી એક વર્ષ સુધી ટકી શકે છે.