અત્યારે પણ લોકો બેંકોમાં ફિક્સ ડિપોઝીટ કરવાનું પસંદ કરે છે. FDમાં રોકાણ કરવા માટે કોઈ વય મર્યાદા નથી. તમે કોઈપણ ઉંમરે FD કરી શકો છો. તમે કોઈપણ બેંકમાં ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 10 વર્ષ માટે FDમાં રોકાણ કરી શકો છો. લાંબા ગાળાની FD પર સારું વળતર મળે છે.
ચાલો જાણીએ કે કઈ બેંક કેટલી ઓફર કરી રહી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
FD પર એક થી બે વર્ષ માટે 5 ટકા, 2 થી 5 વર્ષ માટે 5.3% અને 5 વર્ષ કે તેથી વધુ માટે 5.4% વ્યાજ મળશે.
એક્સિસ બેંક
FD પર એકથી બે વર્ષ માટે 5.10 થી 5.25 ટકા વ્યાજ મળે છે, 2 વર્ષ અને તેથી વધુ સમયગાળા માટે 5.25-5.75 ટકા વ્યાજ મળે છે.
ICICI
એક વર્ષથી 5 વર્ષ સુધી FD પર 5 ટકા સુધી વ્યાજ મળે છે, FD પર 5 વર્ષથી વધુ સમય માટે 5.6 ટકા વ્યાજ મળે છે.
યસ બેંક
આ બેંક 6 મહિનાથી એક વર્ષના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 5 થી 5.25 ટકા વ્યાજ ઓફર કરે છે. 5 વર્ષથી વધુની FD પર 6.25 ટકા વ્યાજ મળશે.
આવી જ ઑફર્સ અન્ય બેંકોમાં પણ ઉપલબ્ધ છે. જેમાં IDFC ફર્સ્ટ બેન્ક 6 ટકા, DCB બેન્ક 5.95 ટકા, RBL બેન્ક 5.75 થી 6.3 ટકા અને યુનિયન બેન્ક 5.5 ટકા વ્યાજ આપી રહી છે.
Copyright © 2024 Khissu. All Rights Reserved